આ મહિનામાં કેવો રહેશે મેઘરાજાનો મિજાજ? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-03 18:09:02

રાજ્યમાં મેઘરાજાએ ઓગસ્ટ મહિનામાં પોરો ખાતા ખેડૂતોથી લઈને સરકારની પણ ચિંતા વધી ગઈ છે. ખેડૂતોએ વરાપ થયા બાદ વાવણી તો કરી છે પણ ત્યાર બાદ પણ વરસાદની હાલ તાતી જરૂર છે, વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન થયા છે. ત્યારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની મૂઝવણ દુર થાય તેવા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ભલે ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થયો પણ સપ્ટેમ્બર મહિનો કોરો નહીં જાય. તેમણે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વારસાદ પડી શકે છે. 


10થી 14 સપ્ટેમ્બર મેઘમહેર થશે


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. બંગાળની ખાડીમાં જબરદસ્ત સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે 4 સપ્ટેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે. 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં મેઘ મહેર થશે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે અને 10 સપ્ટેમ્બર સુધી વાતાવરણ યથાવત રહેશે. અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. સિસ્ટમ જેમ નજીક આવશે તેમ વરસાદનું જોર ગુજરાતમાં વધવાની આશા છે.


રાજ્યના આ ભાગોમાં થશે વરસાદ


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ  લૉ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. ચોમાસાની ગતિવિધિ ફરી સક્રિય થશે. હિંદ મહાસગારમાં સાનુકુળ પરિસ્થિતિ સર્જાશે. આ બધા પરિબળો સાનુકુળ રહેતા વરસાદની શક્યતા રહેશે. 10થી 15 સપ્ટેમ્બર સુધીના આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?