અંબાલાલ પટેલની મોટી આગાહી, 15 દિવસ સુધી રહેશે ડબલ સીઝન, હળવા કમોસમી વરસાદની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-10-29 13:12:15

રાજ્યમાં બેવડી ઋતુની અનુભૂતી થઈ રહી છે, દિવસે ગરમી અને રાત્રીના સમયે કાતિલ ઠંડીના કારણે લોકોના આરોગ્ય પર પણ તેની વિપરીત અસર જોવા મળે છે. હવામાનમાં આવેલા ફેરફાર અંગે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હવેથી રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી ઠંડીનો વધુ ચમકારો અનુભવાશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થાય છે. રાજ્યમાં આગામી 15 દિવસ આવી જ ડબલ સીઝન જોવા મળશે. 


હળવા વરસાદની શક્યતા


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, લગભગ ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાન, ગુજરાત સુધી વાદળો આવવાની શક્યતાઓ છે. શરદ પૂર્ણિમાના દિવસે ચાંદ શ્યામ વાદળોમાં રહે તો સમુદ્રમાં વાવાઝોડા થવાની શક્યતાઓ રહેતી હોય છે. 3થી 8 નવેમ્બરે મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેથી હિમાચલ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. 5થી 12 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેશે. આ અરસામાં અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ થઈ શકે છે. 16થી 24 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. આ અરસામાં ગુજરાતનું વાતાવરણ પણ બદલાયેલું જોવા મળી શકે છે.


અલ નિનોના કારણે શિયાળાનું આગમન મોડું 


અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો મોડો આવશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ કડાકાની ઠંડી પડશે. આ દિવસોમાં લધુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જશે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની શક્યતા છે, તો નલિયાનું તાપમાન 7 ડિગ્રી પણ રહી શકે છે. તેના બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં ફુલગુલાબી ઠંડી રહેશે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ પર અલનીનોની અસર જોવા મળી હતી અને હજુ પણ અલ નીનોની અસર માર્ચ સુધી રહેવાની શક્યતાઓ રહેશે. હમણાં સવારે ઠંડી લાગશે અને લઘુતમ તાપમાન 22 ડીગ્રી આસપાસ રહેશે. મહત્તમ તાપમાન વધુ રહેશે. ખાસ કરીને ઘઉંના વાવેતર માટે 15 નવેમ્બરથી વાતાવરણ ઠંડુ રહે તો સારું ગણાય છે. 


નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેશે


આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે, જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગજન્ય ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર કાળાડિબાંગ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે. 

ચક્રવાતની આશંકા


અંબાલાલ પટેલે 7મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બનવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, હાલ ચીન તરફ જબરદસ્ત સાયક્લોન સ્ટ્રોમ છે. તે જોતાં એવું લાગે છે કે જાણે સિઝન જ ચક્રવાતની હોય તેવું લાગી રહ્યું છે. તારીખ 16થી 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સાયક્લોન બનવાની સંભાવના રહેશે. ડિસેમ્બર સુધી આ સાયક્લોન ચાલ્યા કરશે. આ સાયક્લોનના કારણે ગુજરાતમાં વાદળવાયું રહેવાની શક્યતા રહેશે. આ સાથે જ અરબ સાગર પણ સક્રિય બનશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...