સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો જેમ કોરો કટ સાબિત થયો તેવો કોરો કટ સપ્ટેમ્બર મહિનો સાબિત નહીં થાય. આ આગાહી સાંભળતા જ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. 24 કલાકમાં પણ 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે અંબાલાલ પટેલે ફરી સારા વરસાદની આગાહી કરી છે. મજબૂત સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે.
આ જિલ્લાઓમાં વરસી શકે છે આ તારીખો દરમિયાન વરસાદ
ગુજરાતમાં બે પ્રકારની આગાહી કરવામાં આવે છે. એક આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને બીજી આગાહી એ જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરાતી હોય છે. અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે. સપ્ટેમ્બરમાં કારો વરસાદ થશે તેવી આગાહી અનેક વખત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વરસાદને લઈ ફરી એક વખત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી પ્રમાણે હમણા મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેને કારણે આવનાર દિવસોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં સારો વરસાદ રહેશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે.
ઓક્ટોબરમાં વાવાઝોડું થશે સક્રિય!
એક તરફ આપણે વરસાદની વાત કરી રહ્યા છીએ તો બીજી તરફ અંબાલાલ કાકાએ ચક્રવાતની આગાહી કરી છે. 20 સપ્ટેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. તે ઉપરાંત હિંદ મહાસાગરનું વાતાવરણ પણ સાનુકુળ રહેશે. 10 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું સક્રિય થશે. મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં અનેક ઈંચ વરસાદ પણ વરસી શકે છે. અનેક જગ્યાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. કેટલાક ભાગોમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ
મહત્વનું છે કે ગઈકાલથી ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદને કારણે ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. પાલડી, વાસણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો.