અંબાલાલ પટેલની આગાહીઃ સપ્ટેમ્બરમાં જોવા મળશે મેઘરાજાની ધુઆધાર બેટિંગ, આ ભાગોમાં થશે મેઘમહેર


  • Published By :
  • Published Date : 2023-08-27 17:42:31

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં સાનુકૂળ સ્થિતિ બનવાની આગાહી કરી છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદના કોઈ એંધાણ નથી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે હિન્દ મહાસાગરનું અને બંગાળની ખાડીનું હવામાન નવી સિસ્ટમો બનાવવા માટે સારા સંજોગો બનવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું કેવો વળાંક લેશે તે અંગે અને હવામાનમાં થનારા ફેરફારો અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે. ઓગસ્ટ માસમાં ચોમાસું ખેંચાયેલું રહ્યું છે ત્યારે હજુ વરસાદ માટે થોડો સમય રાહ જોવી પડશે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા રહેશે. જેના પરિણામે ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. 


બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પૂર્વ-પશ્ચિમ મહાસાગરમાં જળવાયું ગરમ થવાના કારણે ઓગસ્ટ માસમાં વરસાદ થવાની સંભાવનાઓ નથી, પરંતુ હવે ધીરે-ધીરે સંજોગો સકારાત્મક બનશે. હિન્દ મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ થશે. પૂર્વના દેશોમાં બનેલા ટ્રોપિકલ સ્ટોર્મના કારણે અરબ સાગરમાં બનેલો ભેજ ખેંચાઈ જાય છે. લગભગ 28-29 તારીખમાં આ ભેજ ખેંચાશે અને 30-31માં સિસ્ટમ્સ ધીમે-ધીમે મંદ પડશે. જોકે, 4-5 સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તેના અવશેષરૂપી ગતિવિધિમાં વધારો થશે. આમ, બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થશે. વેલમાર્ક લો પ્રેશર બનશે અને જે ગતિવિધિના કારણે દેશના દક્ષિણપૂર્વના તટિય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન દક્ષિણ ભારતના ભાગો, મહારાષ્ટ્ર, ઓરિસા, પૂર્વ રાજસ્થાન, પૂર્વ ઉત્તરપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં હવામાનમાં ફેરફાર થશે અને બીજા સપ્તાહમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.


13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે સખત ગરમી

 

અંબાલાલ પટેલે તારીખો સાથે આગાહી કરીને જણાવ્યું કે, તારીખ 13 અને 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ રહેશે, અરબ સાગર અને બંગાળના ઉપસાગર સક્રિય થવાથી પહેલા અઠવાડિયામાં હવામાનમાં પલટો આવી શકે છે, જ્યારે બીજા અઠવાડિયામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વર્ષની શરુઆતમાં આ વર્ષે ચોમાસું અટપટું રહેવાની અને કેટલાક હવામાનમાં પલટા આવવાની શક્યતાઓ વ્યક્ત કરી દીધી હતી. ત્યારે હવે ચોમાસા વચ્ચે ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી વધુ પડવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. સખત ગરમી પડવાની આગાહી કરીને તેઓ જણાવે છે કે, કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતાઓ છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...