અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના


  • Published By :
  • Published Date : 2023-11-24 20:36:08

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાના અણસાર આપ્યો છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં કમોસમી વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે.  અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં ઠંડી અને ગરમીની બેવડી ઋતુની વચ્ચે હવે માવઠું પણ થશે. ગુજરાતમાં તારીખ 26થી 28ના રોજ માવઠું થશે. આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની આગાહી કરતા અંબાલાલ પટેલે ખેડૂતોને પણ સાવધ રહેવાની અપીલ કરી છે.


શું કહ્યું અંબાલાલ પટેલે?


હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, નક્ષત્રોની અસર ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે. તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. તેમના મતે આગામી દિવસોમાં ખગોળીય દ્રષ્ટિએ જોતા શુક્રના ભ્રમણના લીધે તારીખ 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સ્વાતી નક્ષત્રનો શુક્ર ભારે વરસાદ કરશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ચિત્રા અને સ્વાતી નક્ષત્રની અસર ગુજરાતમાં પણ થશે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ છે, જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.


આ વિસ્તારોમાં માવઠાની આગાહી


અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયા કિનારાના ભાગો એટલે કે ગિર-સોમનાથ, વેરાવળ, જામનગર ઉપરાંત અમરેલીમાં પણ વરસાદ પડશે. આ માવઠું સિઝનનું ભારે માવઠું હશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને કચ્ચમાં પણ વરસાદ પડી શકે. અમુક ભાગમાં ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે. 


હવામાન વિભાગે પણ કરી છે આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જેમ જ હવામાન વિભાગે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 થી 27 નવેમ્બર દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 26 નવેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદના ઝાપટા પડવાની આગાહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?