અંબાલાલ પટેલની મોટી આગાહી, બંગાળની ખાડીમાં બન્યું વેલમાર્ક લો પ્રેસર, ગુજરાત પર શું અસર કરશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-08 22:15:45

રાજ્યમાં મેઘરાજાએ પોરો ખાધો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. પેસિફિક મહાસાગર ઉપર 4 ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા બંગાળના ઉપસાગર પર અસર કરશે. આવતીકાલે 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય. આ દિવસોમાં માત્ર દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે, માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. 


બંગાળના ઉપસાગરના વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી 


અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે. આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે. હાલ પેસિફિક મહાસાગરમાં ઈન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન ઝોન (ITCZ)ના પવનો નબળા છે તેના કારણે બંગાળનો ઉપસાગરના પવનો પણ નબળા રહે છે. જો 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં કદાચ સ્થિતી સાનુકુળ બને અને આ 4 વાવાઝોડા નબળા પડે તો ફરી મેઘ મહેર થશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...