અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-25 21:30:06

રાજ્યમાં ફરી એક વખત માવઠાની સ્થિતી સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. રાજ્યમાં એક તરફ ફુલગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઠંડા પવનના કારણે ઠંડી વધશે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 29 ડિસેમ્બરે અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે, હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે જેના પરિણામે આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્રના કેટલાંક ભાગો તેમજ મુંબઈ અને ગોવાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરને કારણે પૂર્વીય વિસ્તાર અને છત્તીસગઢમાં હવામાં પલટો આવી શકે છે.


રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે. ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભાવના છે.


30મી ડિસેમ્બર બાદ હવામાનમાં પલટો આવશે


જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં લગભગ દેશના ઘણાં વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે.આ ઉપરાંત ગાત્રો થીજવતી ઠંડીમાં ધીમે ધીમે વધશે. 29મી ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. જ્યારે 30મી ડિસેમ્બરે હવામાનમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો 11મી જાન્યુઆરી તેમજ 24મી જાન્યુઆરીએ ઠંડા પવન ફુંકાશે. ઉતરાયણ પૂર્વ વાતાવરણ વાદળછાયું જોવા મળી શકે છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.