વાવાઝોડાને હળવાશથી ન લો, ચક્રવાતની અસરો વિનાશક હશે: અંબાલાલ પટેલ


  • Published By :
  • Published Date : 2023-06-12 13:16:27

બિપોરજોય વાવાઝોડાની વિનાશકતાને કારણે રાજ્યમાં તંત્ર હાઈ એલર્ટ પર છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડુ  પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે. વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે પણ લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી.પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. 


કેટલું ખતરનાક હશે વાવાઝોડું?


બિપોરજોય વાવાઝોડાની વિનાશક અસરો અંગે અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની ભયાનક અસર થશે. આજથી 2 દિવસ જોરદાર પવન ફુંકાશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડાના કારણે જાનમાલના નુકસાનની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.


ભારે પવન ફૂંકાશે કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, અરબી સમુદ્રમાંથી  ગુજરાતના દરિયાકાંઠા લગાવવામાં આવેલા ભયજનક સિગ્નલ જ વાવાઝોડું કેટલું ગંભીર છે તે સૂચવે છે. દરિયા કિનારે ખતરો વધારે છે. જેના લીધે રાજ્યમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા રહેશે. આજથી જ ગુજરાતના વિવિધ ભાગો જ નહીં, પરંતુ રાજસ્થાન, ઉત્તર-મધ્યના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં જબરદસ્ત આંધી ચાલશે. જૂનાગઢ, વેરાવળમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી શકે છે.


કચ્છમાં   13 જૂન થી 15 જૂન શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડાની અસર દરિયા પર વધુ જોવા મળી રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?