આગામી 23થી 26 જુલાઈ દરમિયાન સાર્વત્રિક વરસાદની અંબાલાલ પટેલની અગાહી, છેલ્લા 24 કલાકમાં 128 તાલુકાઓમાં વરસાદ


  • Published By :
  • Published Date : 2023-07-16 11:30:30

રાજ્યમાં અમદાવાદ શહેર સહિત અન્ય ભાગોમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટું આંકલન કર્યું છે. જે મુજબ કાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. 23થી 26 જુલાઈ વચ્ચે રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસી શકે છે. અન્ય સિસ્ટમ સર્જાયા બાદ 29 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી વરસાદ વરસશે. ભારે વરસાદથી રાજ્યના જળાશયોમાં પાણીની ભારે આવક થશે. ભારે વરસાદ માટે મજબુત સિસ્ટમ હોવી જોઈએ. હવે મજબુત સિસ્ટમ આવી રહી છે. એક પછી એક સિસ્ટમ જુલાઈના અંત સુધી ચાલતી રહેશે. જેના કારણે ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ તરબોડ કરી દેશે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જુલાઈના અંત સુધી વરસાદ થશે. પરંતુ ઓગસ્ટ મહિનમાં પણ એક પછી એક સિસ્ટમ આવશે અને તેના કારણે પણ વરસાદ થશે. આગામી 17 થી 20 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે. ખાસ કરીને કોસ્ટલ એરિયામાં અત્યંત ભારે વરસાદ રહેશે.


આગામી 2 દિવસ બાદ ફરી મેઘમહેર 


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ મેઘરાજા ફરી ગુજરાતમે ઘમરોળશે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ  બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ફરી ગુજરાતમાં વરસાદનો ત્રીજા રાઉન્ડ 18 જુલાઇ બાદ શરૂ થશે. આ સમય દરમિયાન  દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં 18 જુલાઇ બાદ ભારે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનો અનુમાન છે. આ સિવાય રાજ્યભરમાં આગામી 7 દિવસ છૂટછવાયો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવ્યા પ્રમાણે ત્રણ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે કે અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સિસ્ટમ એક્ટિવેટ થવાની માહિતી આપીને જણાવ્યું છે કે, વરસાદી સિસ્ટમના કારણે 18, 19, 20 અને 21 તારીખે વરસાદ રહેશે. સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. નોંધનીય છે કે ચોમાસાના બીજા રાઉન્ડ દરમિયાન પણ લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહ્યો હતો. તે જ રીતે આ રાઉન્ડમાં પણ રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.


128 તાલુકાઓમાં વરસાદ


ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હાલ રાજ્યમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. જેમાં પાછલા 24 કલાકમાં (15 જુલાઈના સવારના 6 વાગ્યાથી 16 જુલાઈના સવારના 6 વાગ્યા સુધીમાં) 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તાલુકાઓનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં વરસાદ નોંધાયો છે. પાછલા 24 કલાકમાં ત્રણ તાલુકાઓ એવા છે કે જ્યાં 100mm કરતા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે પાંચ તાલુકાઓમાં 50mm કરતા વધુ વરસાદ નોંધાયો છે.


કયા જિલ્લામાં કેટલો વરસાદ


રાજ્યમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 4.8 ઈંચ વરસાદ થયો છે. આ પછી છોટાઉદેપુર તાલુકામાં 4.8 ઈંચ  વરસાદ થયો છે, જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં 4.1 ઈંચ વરસાદ થયો છે. આમ કુલ ત્રણ તાલુકાઓમાં 100mm કરતા વધારે વરસાદ થયો છે. આ સિવાય પંચમહાલના ગોધરા  81mm , ખેડાના વાસોમાં  78mm, છોટાઉદેપુરના બોડેલી  58mm, મહીસાગરના વીરપુર 56mm, નર્મદાના દેડિયાપાડા 51mmમાં 50mm કરતા વધારે વરસાદ નોંધાયો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?