હિંદુવાદી સરકારનો નિર્ણય, અંબાજીમાં ચિકીનો પ્રસાદ જ રહેશે, સરકાર ઇગો પર આવી?


  • Published By :
  • Published Date : 2023-03-12 17:41:21

ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા લોકો વિરોધ કરી રહ્યા છે. જો કે ગુજરાત સરકાર ઈગો પર આવી ગઈ છે. સમગ્ર રાજ્યમાં ચિકીના પ્રસાદનો વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં પણ સરકાર લોકોની લાગણીનો અનાદર કરી રહી છે. જીદ પર આવેલી રાજ્યની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે અંબાજીમાં મંદિરમાં માઈ ભક્તોને હવે મોહનથાળનો પ્રસાદ નહીં મળે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. સરકારની આ ઘોષણા સાથે જ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશ-વિદેશના શ્રધ્ધાળુંઓએ ભારે આઘાતની લાગણી અનુભવી છે.


હિંદુવાદી સરકારનો નિર્ણય 


રાજ્યની ભાજપની સરકાર આમ તો હિંદુત્વવાદી મનાય છે, જો  કે અંબાજી મંદિરમાં સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને વિશેષ આઘાત લાગ્યો છે. રાજ્ય સરકારે ચિકીના પ્રસાદનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હોવાનું ભલે કહ્યું હોય પણ મંદિર ટ્ર્સ્ટ સરકારથી ઉપરવટ જઇને કોઈ નિર્ણય કરી જ ન શકે. સરકારે પોતાનો નિર્ણય મંદિર  ટ્રસ્ટ પર થોપ્યો છે. 


કૉંગ્રેસે કર્યો હતો વિરોધ


અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે રાજ્યમાં સામાન્ય લોકોની સાથે-સાથે કૉંગ્રેસ પાર્ટી પણ જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં 10મી માર્ચે 116ની નોટિસ આપી હતી. સાથે જ ખાસ ચર્ચા કરવા માટેની વાત કરી હતી, જેમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા ન થતા ગુજરાત વિધાનસભા ગૃહમાં જ કૉંગ્રેસના ધારાસભ્યોએ ચિકીના પ્રસાદના વિરોધમાં મોહનથાળ લઈને વિધાનસભા ગૃહની અંદર જ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગૃહમાં મામલો વધુ બગડતા કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.


VHPના અંબાજીમાં ધરણા


હિંદુવાદી સંગઠન વિશ્વ હિંદુ પરીષદે (VHP)એ પણ રાજ્ય સરકારના આ નિર્ણયના વિરોધમાં અંબાજીમાં ઘરણા-પ્રદર્શનો કર્યા હતા. VHPએ શનિવારે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગણી સાથે અંબાજીમાં ધરણા કર્યા હતા. ગુજરાત VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે VHPના વિરોધમાં રાજ્ય સચિવ અશોક રાવલ અને નાયબ સચિવ અશ્વિન પટેલ સહિત લગભગ 300-400 લોકોએ ભાગ લીધો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?