પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા જેમાં તે સુરત,ભાગવનર,અમદાવાદ,ગાંધીનગર,અંબાજી સહિત અનેક જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.અંબાજી ખાતે ભિક્ષુક બાળકો કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લઈ શિક્ષા આપવામાં આવે છે એ બાળકોએ પીએમ મોદીને ગરબો સંભળાયો હતો.ભિખારીને રસ્તા પર જોઈને ચીતરી ચઢાવતા સમાજ એ નથી સમજતો કે આ બાળકો ને શોખ નથી હોતો આ કરવાનો, સંજોગોએ એમને ત્યાં પહોંચાડ્યા છે આપણે એમને સામાન્ય જીવન સુધી પહોંચાડવાના છે, જેમ કે અંબાજીના આ બાળકો જે ભિક્ષાવૃતિથી મુક્ત થઈને હવે દેશના પ્રધાનમંત્રી સામે ભજન ગાઈ રહ્યા છે જુઓ વિડિયો
અંબાજી:આ બાળકો કે જે ભિક્ષુક હતા અને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લેવામાં આવ્યા છે એ બાળકોએ પીએમ મોદીને ગરબા સંભળાવ્યા:જુઓ વિડિયો #jamawat #Ambaji #PMModiInGujarat #PMModiGujaratVisit #children #Garba #sing @PMOIndia @narendramodi #GujaratElections2022 pic.twitter.com/ClYnZawIFF
— Jamawat (@Jamawat3) October 1, 2022
વિધાનસભા 2022 ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓ ગુજરાત પ્રવાસે જોવા મળી રહ્યા છે ત્યારે પીએમ મોદી 29-30 સપ્ટેમ્બર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા જેમાં સુરત,ભાવનગર ખાતે રોડશો અને સભાસંબોધન કર્યું હતું.ત્યાર બાદ અમદાવાદ અનેક વિકાશલક્ષી કામોના લોકાર્પણ અને ખાખ મૂહરત કર્યા હતા.
બાળકોએ પોતાના સ્વરે પીએમ ને સુંદર ગરબો સંભળાવ્યો હતો
ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે પીએમ અંબાજી પહોંચ્યા હતા જ્યાં પીએમએ મહા આરતીમાં ભાગ લીધો હતો ત્યાર બાદ જે ભિક્ષુક બાળકો હતા કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લેવામાં આવ્યા છે અને શિક્ષા આપવામાં આવે છે એ બાળકોને પીએમ મળ્યા હતા અને એ બાળકોએ પોતાના સ્વરે પીએમ ને "હૈયામાં બાંધ્યો હિંચકો" ગરબો સંભળાવ્યો હતો.બાળકો જ્યારે ગરબો સાંભળવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી પણ બાળકો સામે જોઈ પ્રભાવિત થઈ ગયા હતા