અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાના કારણે માઈ ભક્તોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે હવે સરકાર દ્વારા રૂપિયાથી વેચવામાં આવતા ચીકીના પ્રસાદ સામે લોકભાગીદારીથી મોહનથાળનો પ્રસાદ નિઃશુલ્ક વહેંચવાની જાહેરાત સમસ્ત બ્રહ્મ સમાજે કરી છે. આજે ધૂળેટીના પવિત્ર તહેવારે સમસ્ત બ્રહ્મ સમાજ અને અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા આજથી અંબાજીની અંદર દરરોજ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ વિતરણ કરવાનું નક્કી કર્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અંબાજી મંદિરમાં છેલ્લા 500 વર્ષ કરતાં વધુ સમયથી માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો.
સોમનાથ મંદિર પર મહંમદ ગજનીના આક્રમણ દરમિયાન જેટલી ચોટ ભક્તોને આસ્થા પર પહોંચી હતી એટલું જ દુઃખ અંબાજી મંદિરમાં સત્તાધીશો દ્વારા મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો તે ઘટનાથી : હેમાંગ રાવલ pic.twitter.com/3oBMcXFwCl
— Hemang Raval (@hemangmraval) March 8, 2023
નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ
સોમનાથ મંદિર પર મહંમદ ગજનીના આક્રમણ દરમિયાન જેટલી ચોટ ભક્તોને આસ્થા પર પહોંચી હતી એટલું જ દુઃખ અંબાજી મંદિરમાં સત્તાધીશો દ્વારા મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો તે ઘટનાથી : હેમાંગ રાવલ pic.twitter.com/3oBMcXFwCl
— Hemang Raval (@hemangmraval) March 8, 2023બ્રહ્મસમાજ અને ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિકો તથા સર્વસમાજના દાતાઓના સહકારથી અંબાજી મંદિરના ચાચરચોકમાં દરરોજ 200 કિલો નિઃશુલ્ક દર્શનાર્થીઓને આપવાનો નિણર્ય કર્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ્યાં સુધી મોહનથાળ ચાલુ નહીં કરાય ત્યાં સુધી આ મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે. બ્રહ્મસમાજ આજથી અંબાજીમાં નિઃશુલ્ક ચોખ્ખા ઘી પ્રસાદ વિતરણ કરશે. આ અંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી હેમાંગ રાવલે જાણકારી આપી હતી. સરકારના રૂપિયાથી વેચાતા ચીકી પ્રસાદ સામે સમાંતર નિશુલ્ક મોહનથાળ ચોખ્ખા ઘીના મોહનથાળ પ્રસાદની વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. આ મોહનથાળ પ્રસાદ શુદ્ધ ઘીમાં અને પવિત્ર વાતાવરણમાં બનાવીને આરાસુરી મા અંબેને સેંકડો ભક્તજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત રીતે ધરાવીને ભક્તજનોને નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.