અંબાજી મેળો: શ્રધ્ધાળુઓ માટે મોહનથાળ પ્રસાદ બનાવવાના કાર્યનો આજથી પ્રારંભ, દરરોજના 3 લાખ પેકેટ બનાવવામાં આવશે


  • Published By :
  • Published Date : 2023-09-19 21:19:59

રાજ્યના સૌથી મોટા લોકમેળાઓમાં અંબાજીમાં ભાદરવી પૂનમના રોજ યોજાતા મેળાનો પણ સમાવેશ થાય છે. આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આગામી તા. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. ભાદરવી મહાકુંભ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વોટર પ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે. પ્રસાદ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા પુવરઠા અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને પ્રસાદ મેળવવામાં કોઇપણ પ્રકારની અગવડ ન પડે તથા માઇભક્તોને પુરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે આજે અંબાજી ખાતે ગણેશ ચુતર્થીના પવિત્ર દિવસથી પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મહામેળા અગાઉ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની વ્યવસ્થા માટે અથાક પ્રયત્નો કરીને ખુબ સારી સુવિધા વિકસાવવા અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.



બાર કેન્દ્રો પરથી થશે પ્રસાદનું વેચાણ


અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્રો ચાલુ છે તે તો ચાલુ જ રહેશે પણ તે સિવાય મંદિરમાં યજ્ઞ શાળાની બાજુમાં 2 પ્રસાદ કેન્દ્ર, ગણપતિ મંદિર પાસે પ્રસાદ કેન્દ્ર, સાત નંબર ગેટ પાસે પ્રસાદ કેન્દ્ર, શક્તિ દ્વાર પાસે પ્રસાદ કેન્દ્ર સહિત વિવિધ જગ્યા ઉપર કુલ અગિયારથી બાર કેન્દ્રો પરથી માઇભક્તોને માતાજીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન 40 લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરીયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે. પ્રસાદની ગુણવત્તા માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. પુરતા પ્રમાણમાં સીધુ-સામાન, પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે. ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે.


દરરોજ 3 લાખ પેકેટ બનાવવામાં આવશે
 

અંબાજી માતાજીના મોહનથાળ પ્રસાદ બનાવવા માટે વપરાનારા સીધુ-સામાન અંગે માહિતી આપતા એચ.કે.ગઢવીએ કહ્યું કે, ગયા વર્ષે મેળામાં આવેલા યાત્રાળુઓ અને આ વર્ષે મેળામાં આવનાર યાત્રિકોના અંદાજને ધ્યાનમાં રાખી 40 લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવામાં આવશે. જેમાં 1050 ઘાણ માટે કુલ- 3,59,835 કિ.લો. બેસન, ઘી, ખાંડ અને ઇલાયચીનો વપરાશ કરવામાં આવશે. જે પૈકી બેસન- 1,05,000 કિ.લો., ઘી- 78,750 કિ.લો., (5250 ડબ્બા), ખાંડ- 1,57,500 કિ.લો. અને 210 કિ.લો. ઇલાયચી વપરાશે. એજન્સીની દૈનિક 80 ઘાણ બનાવવાની ક્ષમતા છે. 80 ઘાણમાં 30,000 કિ.લો. પ્રસાદ બનતો હોય છે એટલે કે રોજના 3,00,000 લાખ પેકેટ બનાવવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?