અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે હવે દાંતાનો રાજવી પરિવાર મેદાને, હાઈકોર્ટમાં PILની આપી ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-13 20:40:50

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મોહનથાળના બદલે ચિકીનો પ્રસાદ વહેંચવાનું શરૂ કરતા શ્રધ્ધાળુંઓને આઘાત લાગ્યો છે. આ મામલો છેક વિધાનસભા સુધી પણ ગૂંજ્યો હતો. વિધાનસભામાં સત્ર દરમિયાન કોંગ્રસના ધારાસભ્યો મોહનથાળ સાથે પહોંચ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસની સાથે-સાથે વિશ્વ હિંદુ પરીષદે પણ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. જો કે તેમ છતાં પણ સરકારે આ મુદ્દે જીદ્દી વલણ અપનાવ્યું છે. હવે પ્રસાદ મામલે દાંતાનો રાજવી પરિવાર પણ મેદાનમાં ઉતર્યો છે. 


શું કહ્યું દાંતાના રાજવીએ?


અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરાવવા આજે દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવ્યું છે. દાંતા સ્ટેટના રાજવી પરિવારના પરમવીરસિંહે જણાવ્યું હતુ કે, આ મામલે સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ હાઇકોર્ટ પણ જવા તૈયાર છે અને અંબાજી મંદિર સુધી વિશાળ રેલીનું પણ પણ આયોજન કરવામાં આવશે. રાજવી પરિવાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, અંબાજી મંદિરમાં હજારો વર્ષોથી મોહનથાળ પ્રસાદ ચાલુ છે. ત્યારે અંબાજી મંદિરમાં એકાએક મોહનથાળનો પ્રસાદ કેમ બંધ કરવામાં આવ્યો છે. તે સમજાતું નથી અને આ બાબતને લઈને અમો હાઇકોર્ટમાં પણ જવા તૈયાર છીએ.


પ્રસાદ મુદ્દે સરકારનું જીદ્દી વલણ


મોહનથાળના પ્રસાદ બંધ મામલે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અંબાજી ખાતે શ્રદ્ધાળુની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક - સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને મોહનથાળ બંધ કરવામાં આવ્યો છે. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે 'માં અંબા'ના દર્શનાર્થે આવતા હોય છે. જેઓ પોતાના વતનમાં 'મા અંબા'નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સૂકો અને વધુ સમય સુધી રહે તેવી માગણી શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?