અંબાજી: ભેળસેળવાળો પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ, 1 નવેમ્બરથી અક્ષયપાત્ર સંસ્થા બનાવશે મોહનથાળ


  • Published By :
  • Published Date : 2023-10-04 22:02:34

શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળવાળું  ઘી વાપરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ હોબાળો મચ્યો હતો. જો કે, હવે ભેળસેળ વાળા ઘી મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજી મંદિર ખાતે મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રસાદ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ ના બદલે અક્ષયપાત્ર દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે. આ ઉપરાંત સરકારે કોન્ટ્રાક્ટ રદ્દ કરી મોહિની કેટરને બ્લેક લીસ્ટ પણ કરી છે.  અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. મહત્વનું છે કે મોહિની કેટરર્સમાંથી આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના નિષ્ફળ ગયા હતા. અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. ઉલ્લેખનિય છે કે મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું છે.  મોહિની કેટરર્સે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું.


મોહિની કેટરર્સના માલિક સામે પોલીસ ફરિયાદ


મા અંબાના લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમા અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદના વિવાદને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મંત્રી મંડળની બેઠક થઈ હતી જેમાં પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયાગ કરનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે હવે પ્રસાદ બનાવવા માટે અક્ષયપાત્ર એજન્સીને નવો કોન્ટ્રાક્ટ આપ્યો છે. વિવાદની વાત કરીએ તો, મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીના નમૂનાઓ ચકાસણી દરમિયાન ફેલ થયા હતા. જેને લઈને તંત્ર દ્વારા નકલી ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ઘીના આ ડબ્બાઓ પર અમૂલ કંપનીનું અસલી લેબલ લગાવવામાં આવેલું હતું, પરંતુ ડબ્બાની અંદર રહેલું ઘી નકલી હતું. ઘીમાં ભેળસેળ સામે આવ્યા બાદ પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સના માલિક સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ અમૂલે પણ સ્પષ્ટતા કરી ઘીના ડબ્બા પરના બેચ નંબર તેમજ લેબલ અમૂલના ધારાધોરણો મુજબ નથી તેમજ કેટરર્સ દ્વારા અમૂલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.


અક્ષયપાત્ર દુધે ધોયેલી છે?


અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન નકલી ઘીથી બનાવેલા મોહનથાળનો પ્રસાદ ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો એ પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સ પાસેથી કોન્ટ્રાક્ટ આંચકી લેવામાં આવ્યો છે અને અક્ષય પાત્રના ટચસ્ટોનને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એ જ અક્ષય પાત્ર છે જેના ગુજરાતમાં અનેક જગ્યા પર મધ્યાહ્ન ભોજનના કોન્ટ્રાક્ટ ચાલે છે. જોકે જોવા જેવી વાત એ છે કે 2016માં અંબાજીમાં જ ટચસ્ટોન સામે મોહનથાળમાં ભેળસેળ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. અક્ષયપાત્રની ટચસ્ટોને 2016માં મોહનથાળ પ્રસાદ બનાવતી વખતે દૂધને બદલે દૂધનો પાવડર વાપરતા પકડી હતી. જો કે આ મામલે કલેક્ટરને પૂછવામાં આવશે અને સ્પષ્ટિકરણ માગવામાં આવશે કે શા માટે આવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જે અગાઉ લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી ચૂક્યું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?