એમેઝોનના માલિક જેફ બેઝોસે લોકોને ટીવી, ફ્રિઝ અને કાર ન ખરીદવા આપી સલાહ જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-18 21:18:28


દુનિયામાં આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હજુ પણ કેટલાક નિષ્ણાતો આર્થિક મહામંદીની સંભાવનાનો ઈન્કાર કરી રહ્યા છે. જો કે હવે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે લોકોને અપીલ કરી છે કે વિશ્વમાં મંદી આવશે અને તે માટે લોકોએ તેમની પાસે પૈસા બચાવીને રાખવા જોઈએ. તેમણે તે પણ કહ્યું કે લોકો ટીવી-ફ્રિજ ખરીદવાની જગ્યાએ આર્થિંક મંદીનો સામનો કરવા માટે રોકડ રકમ બચાવીને રાખે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે લોકોને ખર્ચ ઘટાડવા અને બચત વધારવાની સલાહ આપી દીધી છે. 


જેફ બેઝોસે લોકોને શું અપીલ કરી?


જેફ બેઝોસે લોકોને આગામી તહેવારોની સીઝનમાં રોકડ બચાવવા અને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ ન કરવા જણાવ્યું છે. અમેરિકા-યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીના જોખમો દેખાઈ રહ્યા છે. આ કારણથી અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસે લોકોને આ સલાહ આપી છે.


તેમણે કહ્યું છે કે અમેરિકા સહિત વિશ્વભરના લોકોએ આવનારા સમયમાં મોટી ખરીદી ન કરવી જોઈએ. તમે નવું ફ્રિજ-ટીવી કે કાર ખરીદવા જેવી બાબતો મુલતવી રાખીને પૈસા બચાવી શકો છો. આર્થિક મંદીના મુશ્કેલ સમયમાં આ પૈસા તમારા માટે ઉપયોગી થશે.


જેફ બેઝોસે કહ્યું, "જો તમે એકલા રહો છો અને તમે મોટા સ્ક્રીન ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે તમારે રાહ જોવાની જરૂર છે. આર્થિક મંદીના જોખમોને ધ્યાનમાં રાખીને, તમારે પૈસા બચાવવા જોઈએ અને આવનારા મુશ્કેલ સમય માટે. "તૈયાર રહેવું પડશે."



અમેરિકા પર તોળાઈ રહી છે મંદી


અમેરિકામાં આર્થિક મંદીની સમાચાર ઘણા દિવસોથી ચાલી રહ્યા છે. જો દેશનો જીડીપી ગ્રોથ રેટ સતત બે મહિના સુધી નેગેટિવ નોંધાય તો તે ટેકનિકલ રીતે મંદી મનાય છે. અમેરિકાનું અર્થતંત્ર છેલ્લા ત્રણ મહિનાથી નેગેટીવ ગ્રોથ રેટ નોંધાવી રહી છે. આ કારણે જ નિષ્ણાતોનું કહેનું છે કે અમેરિકામાં આર્થિક મંદીની શરૂઆત થઈ ચુકી છે. એમેઝોનના સ્થાપકે નાના ઉદ્યોગપતિઓએ પણ બિઝનેશનો વિસ્તાર નહીં કરવો જોઈએ. ધંધો વધારવા કરતા MSMEએ રોકડ પોતાની પાસે રાખવી જોઈએ. તેમણે તેમ પણ કહ્યું કે ઉદ્યોગપતિઓએ જેટલું બની શકે તેટલું જોખમ ટાળવું જોઈએ. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?