ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટને સરકારે નોટિસ ફટકારી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ એમેઝોન અને ફ્લિપકાર્ટને ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940નું ઉલ્લંઘન કરવા માટે આ નોટિસ ફટકારી છે.
શા માટે નોટિસ ફટકારી?
દવા નિયામક ઓથોરિટી DCGIએ નોટિસમાં આ બંને કંપનીઓ પાસે જવાબ માંગ્યો છે. જેમાં તેમને પુછવામાં આવ્યું છે કે ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ના ઉલ્લંઘનને લઈ તમારા પર કાર્યવાહી કેમ ન કરવામાં આવે?.DCGIના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન કોઈ પણ પ્રકારના સત્તાવાર લાયસન્સ વગર દવાઓના વેચાણથી તેની ક્વોલિટી પર ખરાબ અસર પડે છે. આ પરિસ્થિતીમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને DCGIએ આ પગલું ભર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે DCGIએ ફટકારેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના ડિસેમ્બર 2018માં ઓનલાઈન ફાર્મસી દ્વારા લાયસન્સ વગર દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાાં આવ્યો હતો.
બંને કંપનીઓએ આપવો પડશે જવાબ
DCGIએ નોટિસ આપતા હવે એમેઝોન અને ફ્લિપકાર્ટે બંનેને જવાબ આપવા માટે બે દિવસનો સમય આપ્યો છે. કંપનીઓ દ્વારા આ બે દિવસમાં જવાબ આપવામાં નહીં આવે તો બંને કંપની વિરૂધ્ધ DCGIના કાયદા પ્રમાણે કાર્યવાહી કરશે. ઉલ્લેખનિય છે કે ઓનલાઈન દવાઓના વેચાણ માટે DCGIનું લાયસન્સ લેવું અનિવાર્ય છે.