અનેક લોકો સવારે ઉઠી મંત્રોનું ઉચ્ચારણ કરતા હોય છે. અનેક લોકો મનમાં મંત્રનો જાપ કરતા હોય છે પરંતુ જોર-જોરથી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. મંત્રનું ઉચ્ચારણ કરવાથી એક વિશિષ્ટ ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેની સીધી અસર શરીરમાં રેહલા ચક્રો પર પડે છે. મંત્રનું ઉચ્ચારણ થતું હોય ત્યારે વ્યક્તિની ઉર્જા અને પ્રકૃતિની ઉર્જા એક થાય છે. મંત્રનો જાપ કરવાથી ઉર્જા શક્તિ અને એકીકરણ થાય એટલે જ મનનાત્ ત્રયતે ઈતિ મંત્ર.
જ્યારે મંત્રનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે એના વાયબ્રેશન્સની અસર શરીર પર રહે છે. અવાજ નાભીમાંથી નીકળે છે. શરીરમાં સાત ચક્રો આવેલા છે. સૌથી નીચે મૂલાધાર ચક્ર આવેલું છે, તેની ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર, તેની ઉપર મણીપુર ચક્ર આવેલું છે, તેની ઉપર હાર્ટ ચક્ર આવેલું છે, તેની ઉપર throath ચક્ર આવેલું છે. નાભીમાં નીકળેલો અવાજ throath ચક્ર સુધી પહોંચવો જોઈએ.
શબ્દના માધ્યમથી વાતાવરણમાં દિવ્ય તરંગો ઉત્પન્ન થાય છે. આ ધ્વનિથી સૂસૂપત મન જાગૃત થાય છે. આ વાઈબ્રેશનને કારણે માણસોની આદત, વ્યક્તિત્વ અને વ્યવહારમાં પરિવર્તન આવે છે. દરેક મંત્રનું, મંત્રમાં રહેલા દરેક શબ્દનું અલગ વાઈબ્રેશન અલગ તરંગ નીકળતા હોય છે. મંત્રમાંથી ઉત્પન્ન થતી ધ્વનિ આકાશમાં પહોંચે છે. બ્રહ્માંડમાં રહેલી ઉર્જા પાછી વળી આપણી સાથે આવે છે. મંત્ર બોલવાથી અનેક રોગોમાંથી પણ મુક્તિ મળે છે.