અમરનાથ યાત્રા કરવાની ઈચ્છા અનેક ભક્તોને હોય છે.. ભક્તો માનતા હોય છે કે જીવનમાં એક વાર તો અમરનાથ યાત્રા કરવી જોઈએ.. અમરનાથની યાત્રા એટલી સરળ નથી હોતી જેટલું આપણે માનતા હોઈએ છીએ.. અનેક ભક્તો માનતા હોય છે કે બરફાની બાબાની ઈચ્છા હશે તો જ આપણે તેમના દર્શન કરી શકીશું. આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રાની શરૂઆત આજથી થઈ ગઈ છે. વહેલી સવારે મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓના પહેલા બેચને રવાના કરી હતી. બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે.
ગુફા સુધી પહોંચવાના છે બે માર્ગ
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે અમરનાથ યાત્રા શરૂ થઈ તે પહેલા અનેક આતંકી હુમલા થવાની ઘટના સામે આવી છે. જેને કારણે આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓ બાબા બરફાનીની ગુફા જવા માટે રવાના થઈ રહ્યા છે. યાત્રાની શરૂઆત બાલટાલ તેમજ પહેલગામથી થતી હોય છે.
શ્રદ્ધાળુઓનો પહેલો સમૂહ થયો રવાના
ગુફા સુધી પહોંચવા માટે ભક્તોએ લાંબો સફર કાપવો પડતો હોય છે. ખૂબ ઉંચાઈ પર બાબા બર્ફાનીની ગુફા આવેલી છે.. એવી માહિતી સામે આવી છે કે શિવલીંગના દર્શન કરવા માટે ચાર હજારથી વધુ તીર્થયાત્રીઓનો પહેલો સમૂહ રવાના કરવામાં આવ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ગયેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ સ્થળોએથી દર્શન કરવા માટે ભક્તો જમ્મુ કાશ્મીર પહોંચી રહ્યા છે.
19 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા
આજથી શરૂ થયેલી અમરનાથની યાત્રા 52 દિવસ સુધી ચાલશે. 19 ઓગસ્ટ 2024ના રોજ આ યાત્રા પૂર્ણ થશે.. મહત્વનું છે કે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે.. આ યાત્રા કરવા માટે Physically Fit હોવું જરૂરી છે. Medical Certificate જરૂરી છે સાથે સાથે અનેક એવા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે.
#WATCH | Lieutenant Governor (LG) of Jammu and Kashmir Manoj Sinha attended a meeting with civil society members, organised by the Deputy Commissioner (DC) of Srinagar at SKICC
— ANI (@ANI) June 28, 2024
During the meeting discussions regarding the arrangements for the Amarnath yatra and Muharram was… pic.twitter.com/CrpLF1Bgo6