યુવાનોમાં વધતા Heart Attackને ધ્યાનમાં રાખી AMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ, જાણો ખેલૈયાઓને શું આપી સલાહ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-07 17:07:01

રાજ્યામાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. ગરબાને લઈ ખેલૈયાઓ ઉત્સુક છે. અનેક ખેલૈયાઓએ ગરબા ક્લાસીસ જોઈન કરી નવા નવા સ્ટેપ પણ શીખી લીધા છે. ક્યારે નવરાત્રી શરૂ થાય અને ક્યારે ગરબા ગાઈએ તેની રાહ જોવાઈ રહી છે. નવરાત્રીના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી અમદાવાદ મેડિકલ એસોશિયેશન દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એએમએ બંને ખેલૈયાઓ માટે તેમજ આયોજકો માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.  

Tracing the origins of Garba

અમદાવાદ મેડિકલ એસોશિયેશને જાહેર કરી ગાઈડલાઈન્સ 

15 ઓક્ટોબરથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થવાનો છે. નવ દિવસ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઘૂમશે અને માતાજીની આરાધના કરશે. નવરાત્રી તેમજ ગરબાને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક બન્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જ હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ગરબા રમતા રમતા યુવાનો મરી રહ્યા છે ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી અમદાવાદ મેડિકલ એસોસિએશને ગાઈડલાઈન  જાહેર કરી દીધી છે. 


ખેલૈયાઓ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સની વાત કરીએ તો - 


1. જો ગરબા રમતી વખતે તમને (ખેલૈયા)ને ચક્કર આવે, છાતીમાં ભારેપણું લાગે, માથાનો દુખાવો થતો હોય તેવો અહેસાસ થાય. ઉલટી જેવું લાગે તો ગરબા રમવાનું બંધ કરી દો. જો વધારે પરસેવો સાથ, ગભરામણ થાય અને શ્વાસોશ્વાસની તકલીફ જણાય તો ગરબા ન રમવા.  



2. જો તમને કોઈ બીમારી હોય તો તેની જાણ પોતાના ગ્રુપના લોકોને કરવી જોઈએ. જેથી કોઈ સ્વાસ્થ્યની તકલીફ ઊભી થાય તો તાત્કાલિક મદદ કરી શકે.



3. જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે, બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હૃદયની તપાસ કરાવી યોગ્ય રહશે.



4. દિવસ દરમિયાન પૂરતું પાણી લેવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી લેવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો.


5. નવરાત્રી દરમિયાન નિયમિત દવાઓ જે તમે (ખેલૈયા)ઓ લેતા હોવ તે લેવાનું ચૂકશો નહીં. જરૂર જણાય તો અથવા તો અગમચેતીના ભાગરૂપે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 



 હોસ્પિટલના ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. 





ગરબા આયોજકો માટે પણ ગાઈડલાઈનસ્ જાહેર કરવામાં આવી છે. 


1. ગરબા આયોજકોએ તેમના સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓને CPR ટેકનિકની તાલીમ આપવી જોઈએ. ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.


2. એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એમ્બ્યુલન્સ આરામથી આવી શકે અને નીકળી શકે. આવવા જવા માટે સમર્પિત માર્ગ રાખવો જોઈએ. 


3. જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડોક્ટરને રાખવા જોઈએ. 


4. બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરોમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવશો



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?