માનવના જીવનમાં શિક્ષકોનું અલગ જ સ્થાન હોય છે. શિક્ષકોને માન આપવું એ દરેક વિદ્યાર્થીની ફરજ હોય છે. ત્યારે જૂનાગઢમાં આલ્ફા વિદ્યા સંકુલમાં 61 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. ભેટ સોગાદમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, આઈફોન જેવા ઈનામોની ભેટ આપવામાં આવી હતી.


શિક્ષકોને ભેટ આપી કરાયા સન્માનિત
જૂદા-જૂદા અવસરો તેમજ તહેવાર પર કંપની દ્વારા કંપની સાથે જોડાયેલા લોકોને ભેટ આપવામાં આવતી હોય છે. ત્યારે જૂનાગઢમાં એક શૈક્ષણિક સંસ્થાએ પોતાના શિક્ષકોને ભેટ આપી છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને ભેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અનાર પટેલ રહ્યા હતા ઉપસ્થિત
શિક્ષકોને 1 કરોડના ઈનામો આપવામાં આવ્યા છે જેમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, 3 આઈફોન, 4 હોન્ડા એક્ટિવા, 18 હીરો સ્પેલન્ડર, 8 લેપટોપ અને 25 માઈક્રોવેવનો સમાવેશ થાય છે. 61 શિક્ષકોને વિવિધ ભેટ આપી તેમના સેવા કાર્ય બદલ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અનાર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.