રાધનપુરમાં બે ઠાકોર નેતાઓ વચ્ચેનો ખટરાગ મંચ પર જોવા મળ્યો, લવિંગજીએ અલ્પેશની અવગણના કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 14:38:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણીયોની ટિકિટ માટેની ખેંચતાણ વધી ગઈ છે. રાધનપુર વિધાનસભાની બેઠક માટે ભાજપના બે ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર દાવો કરી રહ્યા છે. બંને નેતાઓ પાટણના વારાહી ખાતે એક મંચ પર એક સાથે જોવા મળ્યા.


બંને ઠાકોર નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પાટણના વારાહી ખાતે પહોંચી હતી. વારાહી ખાતે પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. લવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર હવાતિયાં મારતા નજરે પડ્યા હતા. અલ્પેશ ઠાકોરે મોકો જોઈ  મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો. તેમ છતાં લવિંગજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને બહુ ભાવ આપ્યો ન હતો. સ્ટેજ પર ભાષણ કરી રહેલા લવિંગજીને પોતાના નામની જાહેરાત કરવા માટે અલ્પેશ ઠાકોરે અનેક ઈશારા કર્યા હતા જો કે લવિંગજીએ તેની સતત અવગણના કરતા અલ્પેશ ઠાકોર લાચાર પડ્યા હતા. 


આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ

રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. બંને ઠાકોર નેતાઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોય તેવું માનવામાં આવતું હતું પણ લવિંગજી ઠાકોરે તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી અલ્પેશ ઠાકોરની અવગણના કરવાનું ચાલું જ રાખ્યું હોય તેવું સ્ટેજ પર સ્પષ્ટ જોવા મળ્યું હતું.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...