ગુજરાત વિધાનસભા ઈલેક્શનની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હી પહોંચ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક સમાજ મિટીંગ બોલાવી રહી છે. ક્ષત્રિય સમાજે પણ ચૂંટણી પૂર્વે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યાં અલ્પેશ ઠાકોરે ટિકિટ ફાળવણીને લઈ નિવેદન આપ્યું છે. જો પાર્ટી મને ટિકિટ નહીં આપે તો પણ હું અને મારી સેના ભાજપને જીતાડવા પ્રયત્ન કરીશું.
સ્નેહ મિલન કાર્યક્રમનું કરાયું આયોજન
ભાજપ ગમે ત્યારે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ટિકિટ માટે અનેક સમાજ માગણી કરી રહી છે. વિવિધ સમાજ દ્વારા રાજકીય પક્ષોને દબાણ કરવામાં આવી રહ્યું છે. મહેસાણા ખાતે ઠાકોર સમાજે એક મિટીંગનું આયોજન કર્યું હતું.
પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશું - અલ્પેશ ઠાકોર
જેમાં રાધનપુર બેઠકની ટિકિટ માટે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો પક્ષ મને ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.અને જો પક્ષ મને ટિકિટ નહીં આપે તો પણ જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને હું અને મારા સમર્થકો પાર્ટીને સમર્થન આપીશું. રાધનપુરમાં ભાજપની જીત થશે તેવી આશા અલ્પેશ ઠાકોરે વ્યક્ત કરી છે.