ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરાછા બેઠક પર જામેલા જંગમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ AAP પર નામ લીધા વિના પ્રહાર કર્યો હતો. એટલું જ નહીં તેમણે કટાક્ષ કરતા AAPના ઉમેદવાર અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના રેવડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો ભાજપે શું કર્યું, ફ્રી મફતની વાત કરે છે તેમને કહી દઉં તમારા બાં (માતા)ના ઘૂંટણની સારવાર પણ ભાજપના આયુષ્યમાન કાર્ડથી થઈ છે.
વિકાસ , રેવડી મુદ્દે રાજકારણ !!
આ ચૂંટણીમાં AAP દ્વારા અલગ અલગ ગેરંટી આપવામાં આવી છે . મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આકર્ષિત કરવાનો પ્લાન બનાવ્યો છે. ત્યારે ભાજપે પણ પોતાના કાર્યોની ગણતરી આપી દીધી છે. કુમાર કાનાણીએ આયુષ્યમાન કાર્ડથી હજારો પરિવારને રાહત ભાજપ સરકારે આપી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને આમ આદમી પાર્ટી અને તેમના ઉમેદવાર સામે વાઈરલ થયેલા વીડિયોથી અત્યારે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે.