સરકાર, સિસ્ટમ, અધિકારીઓને સવાલ કરવાની સાથે સાથે આપણે પોતાને સવાલ પણ કરવો જોઈએ કે ક્યારેય આપણે આ મુદ્દે વિચાર્યું છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-27 11:34:24

ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે અને અનેક લોકોના મોત દુર્ઘટનાઓને કારણે થયા છે.. કોઈના મોત પાણીમાં ડૂબી જવાને કારણે થયા તો કોઈના મોત બળીને થયા છે.. જગ્યાઓ બદલાય છે, મૃતકોની સંખ્યા બદલાય છે,મૃતકોના નામ બદલાય છે બધુ જ બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. આ સિસ્ટમને કોઈ સરકાર નહીં બદલી શકે, ના કોઈ અધિકારી બદલી શકશે.. સવાલ થાય કે આ સિસ્ટમને કોણ બદલી શકે તો આ સિસ્ટમને આપણે બદલી શકીએ છીએ.. 

શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે...?

આ રાજ્યનો નાગરિક આ સિસ્ટમને બદલી શકે છે જો તે પોતાના માટે, પોતાના પરિવાર માટે સવાલ કરતો થાય તો, પોતાને મળેલા અધિકારો વિશે તે બોલતો થાય, સવાલ કરતો થાય ત્યારે.. આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો આપણી આસપાસ આગ લાગે તો કેવી રીતે બચવું જોઈએ? કેવી રીતે આગને આગળ વધારતા રોકી શકાય? શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જો ભયંકર ધરતી કંપ આવે છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું? 



જ્યાં નિયમોનું પાલન નથી થતું ત્યારે આપણે સવાલ કર્યો છે?  

શું આપણે આપણા બાળકોની શાળાએ જઈને જોયું છે કે ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો છે કે નહીં? જો આપણે ક્યારે ફરવા જઈએ છીએ અને બોટિંગ કરીએ છીએ અને જો આપણને લાઈફ જેકેટ નથી અપાતા તો શું આપણે એ લાઈફ જેકેટ માગીએ ખરા? કદાચ જવાબ હશે ના.. આવા મુદ્દાઓ વિશે તો આપણે કદીએ નહીં વિચાર્યું હોય.. કોઈ દુર્ઘટના સર્જાય છે તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરીશું તેનો પણ કદાચ આપણે વિચાર નહીં કર્યો.. Natural Calamitiesથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી તો આપણને હોતી જ નથી.. 


જ્યારે આવા સવાલ આપણે પોતાની જાતને પૂછીશું ત્યારે... 

આપણને એવું લાગે છે કે આપણી સાથે તો દુર્ઘટના સર્જાવાની નથી. બીજા સાથે સર્જાવાની છે તેવી વાત, તેવો વિચાર આપણને થતો હોય છે પરંતુ દુર્ઘટના તો કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. અગર આગ લાગે છે તો આપણે આગને કેવી રીતે બૂઝવવાની એ આવડે છે? કોઈ હોનારત સર્જાય તો આપણે આપણો તેમજ બીજાનો બચાવ કેવી રીતે કરી શકીએ તે આવડે છે? જ્યારે આપણે આ સવાલ પોતાની જાતને પૂછીશું તો 99 ટકા લોકોના જવાબ ના હશે કે આ મુદ્દે તો ક્યારેય વિચાર્યું નથી... આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે જે જવાબદારો હશે તેમના વિરૂદ્ધ તો કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ એક સવાલ આપણે પણ પોતાને કરવો જોઈએ.. 


જો આપણે ખોટા સામે હમણાં નહીં બોલીએ તો કદાચ બહુ મોડુ થઈ જશે...!

મૌન રહેવાની અને સહી લેવાની ટેવ જાણે આપણી આદત બની ગઈ છે તેવું લાગે છે.. એટલા મૌન પણ ના રહેવું જોઈએ કે સામે વાળાને એવું થાય કે હું કંઈ પણ કરી લઈશ મારી સામે કોણ બોલવા વાળું છે? ખબર છે અનેક લોકો કહેશે કે અમારા બોલવાથી કંઈ ફરક નથી પડવાનો.. કદાચ તે સાચા પણ હોઈ શકે છે. શરૂઆતમાં કદાચ કોઈ ફરક ના પડે તમારા બોલવાનો પરંતુ ધીરે ધીરે તમારો અવાજ એ સિસ્ટમ સુધી પહોંચશે અને ફેર પડશે.. આપણે હમણાં બોલવાની શરૂઆત નહીં કરીએ તો કદાચ આપણે ક્યારેય નહીં બોલી શકીએ...!       



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.