દરેક પાર્ટીના નેતાઓ રંગાયા મોદીના રંગમાં, ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસના નેતાઓ પણ કરી રહ્યા છે પીએમ મોદી પર ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-19 10:01:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. ત્યારે દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકુર, શિવરાજસિંહ ચૌહાણ, પરષોત્તમ રૂપાલા, જે.પી.નડ્ડા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે દરેક નેતાઓએ ચૂંટણી પ્રચાર પર ફોક્સ કર્યા વગર વધારે ફોક્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યું હતું.

પોતાના સંબોધનમાં કરે છે પીએમ મોદીનો સમાવેશ

કાર્પેટ બોમ્બિંગના ભાગરૂપે ભાજપે પોતાના અનેક દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. દરેક નેતાઓ ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ બધા નેતાઓનું ફોક્સ જાણે વડાપ્રધાન મોદી હોય તેવું લાગ્તું હતું. આવો જોઈએ કોણે કેવી રીતે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કર્યા.

Image

વડાપ્રધાન મોદીને શિવરાજસિંહ ચૌહાણએ કલ્પવૃક્ષ સમાન ગણાવ્યા 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કલ્પવૃક્ષ ગણાવ્યા,જ્યારે કેજરીવાલને બાવળનું વૃક્ષ ગણાવ્યું, જ્યારે રાહુલ ગાંધી માટે કહ્યું કે રાહુલ ગાંધી એક ઝાડી છે જે પાકને નષ્ટ કરે છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે ગુજરાતને ગાંધીજી, સરદાર અને મોદીએ સન્માન અપાવ્યું છે. 

Image

કાશ્મીરમાં કલમ 370 નાબુદ થઈ - યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા આવ્યા છે. વાંકાનેર ખાતે પોતાના સંબોધનમાં યોગીએ કહ્યું કે આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધી વચ્ચેની છે. જો કોંગ્રેસનું શાસન હજુ હોત તો કાશ્મીરમાં 370 કલમ નાબુદ ન થઈ શકી હોત. કોંગ્રેસના શાસનમાં આવું શક્ય જ ન બન્યું હોત.

Image

ગુજરાતને વિદેશમાં પણ સ્થાન મળ્યું - જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નવસારીમાં ભાજપનો પ્રચાર કર્યો હતો. પોતાના ભાષણમાં પીએમ મોદીની વાત કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતે દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ સ્થાન મેળવ્યું છે. હું મંત્રી બન્યો ત્યારે મોદીજીએ મોટું વિચારવાની પ્રેરણા આપી. હું વોટ માગવા આવ્યો નથી પણ સરકારની યોજનાઓ પર મહોર મારવા આવ્યો છું.

BJP Gaurav Yatra: કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના આકરા પ્રહાર, 'AAPનું દિલ્લી  મોડલ દારૂ કૌભાંડનું મોડલ છે'

24 કલાક વીજળી આપવાનું કામ પીએમે કર્યું - અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ માંગરોળમાં સભા ગજવી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે દેશનો સૌથી મોટો નર્મદા ડેમ મોદીજીએ બનાવડાવ્યો છે. તેઓ એક દિવસ પણ રજા નથી લેતા. રાજ્યમાં 24 કલાક વીજળી આપવાનું કામ મોદીજીએ કર્યું છે. 

Way GST was structured, implemented affected economy, says Digvijay Singh

અહંકાર રાવણનો પણ નતો રહ્યો તમારો(મોદી)નો પણ નહીં રહે - દિગ્વિજય

આ તો થઈ ભાજપના નેતાઓની વાત. પરંતુ વિપક્ષના નેતાઓ પણ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી વિશે વાત કરે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પણ વડોદરમાં પોતાના ભાષણમાં પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે કે મેં ગુજરાત બનાવ્યું. તેમના જન્મ પહેલા ગુજરાત હતું જ નહીં. ગુજરાતની અસ્મિતા પણ નહોતી. અહંકાર તો રાવણનો પણ ન રહ્યો હતો. તમારો પણ નહીં રહે. 

PM Modi to inaugurate projects worth over Rs 8,200 crore in Bharuch |  DeshGujarat

વડાપ્રધાન મોદી ગુજરાતમાં ગજવશે જનસભા

પક્ષ હોય કે વિપક્ષ દરેક નેતાઓ કાંતો પીએમ મોદીના વખાણ કરી પોતાના સંબોધનમાં તેમનો ઉલ્લેખ કરે છે, કાંતો કટાક્ષ કરતા પોતાના ભાષણમાં તેમનો ઉલ્લેખ કરે છે. આમ ચૂટંણી પ્રચારમાં જાણે-અજાણે ફોક્સ પાર્ટીના કામો કરતા વધારે મોદી પર હોય તેમ લાગી રહ્યું છે. વડાપ્રધાન મોદી પણ આજથી ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સ્થળો પર સભા ગજવવાના છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.