Gujarat BJPના સંગઠનમાં મોટાં ફેરફાર થવાનાં એંધાણ! C.R Patilનું પદ જાય છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 13:44:42

લોકસભાની ચુંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ભાજપની આશા પર પાણી ફરી ગયું છે. ગુજરાતની 26એ 26 બેઠક પર ભાજપની જીત થશે, પાંચ લાખની લીડ મળશે તેવી વાતો ચૂંટણી પહેલા કરવામાં આવતી.  સી.આર.પાટિલ જે 5 લાખની લીડની વાત કરતાં હતા એ ઘણી બેઠકો પર શક્ય બન્યું નથી. માત્ર અમુક જ બેઠકો એવી છે જ્યાં આ આંકડો પાર થયો છે. પરિણામોની ચર્ચાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે  સી.આર.પાટિલને બદલીએ હવે નવા અધ્યક્ષ બનાવવામાં આવશે 

આવતા મહિનાની શરૂઆતમાં થઈ શકે છે સંગઠનમાં ફેરફાર

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે ગુજરાતમાં ભાજપના સંગઠનના બદલાવનું કામ આગળ ધપશે. ચાલુ મહિને અથવા આવતા મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય સંગઠનમાં બદલાવ આવે તેવી વાત કરવામાં આવી રહી છે એવી વાત થઈ રહી છે કે એકાદ મહિનામાં નવા માળખાથી સંગઠન બનશે  . સી આર પાટીલને સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નવો ચહેરો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 



આવનાર દિવસોમાં અમિત શાહ સાથે કરવામાં આવ્યું બેઠકનું આયોજન 

જોકે ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જવા રવાના થઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. આવનારા દિવસોમાં અમિત શાહ સાથે બેઠક કરશે. તેમની સાથે ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પણ હાજર હશે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે. ભાજપના સાઇડલાઇન થયેલા સિનિયરોના મનમાં આ ચૂંટણી પરિણામોને લઇને કચવાટ ઊભો થયો છે. સાથે જ મંત્રીમંડળમાં પણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની માગ ઉઠી છે.


મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળમાં કરી શકે છે વિસ્તરણ

સંગઠન ઉપરાંત સરકારમાં પણ કેટલાંક આંશિક ફેરફારો આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ કિસ્સામાં પેટાચૂંટણીમાંથી જીતીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને સમાવાશે. લોકસભાની ચૂંટણીના પરિણામોની પણ આ અસર હોઈ શકે છે કારણકે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે અને સંગઠનમાં મોટો બદલાવ આવે તો પણ કઈ નવાઈ નથી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?