દેશમાં આજે જે રીતે બળાત્કારની ઘટનાઓ બની રહી છે તે એક ગંભીર ચિંતાનો વિષય છે. હજારો કેસ આજે દેશની વિવિધ અદાલતોમાં પડેલા છે.
ઉતરપ્રદેશની ૧૧ વર્ષીય છોકરી સાથે થયેલા અમાનવીય કૃત્ય સામે અલ્લ્હાબાદ હાઇકોર્ટ તરફથી આવેલા એક વિવાદાસ્પદ ચુકાદાએ લોકોને વિચારતા કરી દીધા.પીડિતાના ગુપ્તભાગને પકડવો અને તેના પાયજામાંની દોરી છોડવાને બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહિ આ ચુકાદા બાદ “વી ધ વુમન ઓફ ઇન્ડિયા” દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ અરજીની સાથે સુપ્રીમ કોર્ટે પોતે સુઓમોટો અરજી દાખલ કરી હતી.
અલ્લ્હાબાદ હાઇકોર્ટ તરફથી આવેલા આ ચુકાદા
બાદ આખા દેશમાં વિરોધના સુર ઉઠ્યા. દેશના સામાન્ય લોકો થી લઈને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત
પદ સાંભળનાર સૌએ એક સૂરમાં આ ચુકાદાને વખોડી કાઢ્યો હતો.
જસ્ટિસ બી.આર.ગવઈ અને એન.જી.મસીહની બેન્ચે
આ ચુકાદાને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યો હતો.
જસ્ટિસ બી.આર.ગવઈએ એમના નિવેદનમાં જણાવ્યું કે આ એક સગીર પર બળાત્કારનો કેસ હતો તે એક ગંભીર બાબત છે. અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા અંગે સખ્ત શબ્દોમાં એમણે વિરોધ નોધાવ્યો હતો. આ અવલોકન બદલ એમને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.
આ કોઈ એક ઘટના નથી જયાં આ રીતે દોષીઓની
તરફેણમાં ચુકાદો આવ્યો હોય પરંતુ કેટલાક એવા પણ કિસ્સા છે જે દોષીઓને માટે સબક સમાન
બન્યા છે.
અહી આપણે કાયદા અંગે કોઈ ટીપ્પણી નથી કરતાં પરંતુ એક માનવી ને બીજા માનવી માટેની સંવેદનશીલતા અંગે પ્રશ્ન છે!અહી આપણે કાયદા અંગે કોઈ ટીપ્પણી નથી કરતાં પરંતુ એક માનવી ને બીજા માનવી માટેની સંવેદનશીલતા અંગે પ્રશ્ન છે! શું આપણે સંવેદનશીલ છીએ? આપણી આસપાસ થતા અન્યાયને સામે આપણે શું કરીએ છીએ? જો કોઈને મદદની જરૂર હોય તો હાથ લંબાવીએ છીએ કે પછી કેમરો ઓન કરી ફક્ત શૂટ કરીને જવાબદારી પૂરી કરીએ છીએ?
આવા કેટલાય જવાબ આપણે જાતને અને સમાજે પોતાને
આપવાના છે.