ઉત્તરપ્રદેશમાં યોજાનારી નગરપાલિકા ચૂંટણી પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને ઝટકો આપ્યો છે. ઓબીસી આરક્ષણને રદ્દ કરતા ચૂંટણી તરત યોજવા આદેશ આપ્યો છે. કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી દલીલોને ખારીજ કરી હતી. અને આદેશ કર્યો છે કે ઓબીસી અનામત વગર ચૂંટણી યોજવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી યોગી આદિત્યનાથે
અલ્હાબાદ હાઈકોર્ટે સરકારની દલીલને ન માની ફેસલો આપ્યો હતો કે ઓબીસી આરક્ષણ વગર આ વખતની ચૂંટણી થવાની છે. જજ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને સૌરભ લવાનિયાની બેચે આ આદેશ આપ્યો છે. આ નિર્ણયને લઈ ઉત્તરપ્રદેશ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર હાઈકોર્ટના નિર્ણય પર વિચાર કરવામાં આવશે.
અખિલેશ યાદવ, માયાવતીએ આપી પ્રતિક્રિયા
હાઈકોર્ટના નિર્ણય બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કર્યું હતું. અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આજે આરક્ષણ વિરોધી બીજેપી ચૂંટણીમાં ઓબીસી આરક્ષણના વિષયને લઈ સહાનુભૂતિ દેખાડી રહી છે. ઉપરાંત માયાવતીએ પણ આ વાતને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે.