અલ્હાબાદ કોર્ટના જજને ટ્રેન મુસાફરી દરમિયાન પડી અગવડ, પત્ર લખી માગ્યો જવાબ, પછી CJIએ આપ્યો જવાબ!


  • Published By :
  • Published Date : 2023-07-24 14:05:12

ભારતીય રેલવે લાઈનને ભારતનું ધબકતું હૃદય માનવામાં આવે છે. લાખો લોકો ટ્રેનમાં સફર કરી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચતા હોય છે. પરંતુ આ ઈન્ડિયન રેલવેઝ છે. અનેક કલાકો ટ્રેન લેટ હોતી હોય છે. ટ્રેનની મુસાફરી દરમિયાન સામાન્ય માણસને અનેક તકલીફો પડતી હોય છે. અવ્યવસ્થાને કારણે અનેક ફરિયાદો પણ રહેતી હોય છે પરંતુ પોતાની સમસ્યાને રજૂ કરે તો કરે ક્યાં? સામાન્ય લોકો પાસે નથી તો કોઈ સત્તા કે નથી તો કોઈ સાંભળવવા વાળું. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આ વખતે અગવડ અલ્હાબાદ હાઈકોર્ટના જજને પડી હતી. 

ઉચ્ચ અદાલતનો પત્ર

જજને અગવડ પડી તો રેલવે વિભાગ પાસેથી માગ્યો જવાબ!

ટ્રેનની મુસાફરી કરતા લોકોને અનેક વખત આપણે કહેતા સાંભળ્યા હશે કે ટ્રેન તો આટલા કલાક મોડી જ હશે, આરામથી રેલવે સ્ટેશન પહોંચીએ. વાત પણ સાચી છે અનેક ટ્રેનો અનેક કલાકો સુધી મોડી હોતી હોય છે. સામાન્ય જનતા માટે ટ્રેન લેટ હોવી સામાન્ય વસ્તુ છે પરંતુ જો તમે કોઈ ઉચ્ચ અધિકારી છો તો તમને આ વાત એકદમ પરેશાન કરી શકે છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે થોડા સમય પહેલા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ ચૌધરી પોતાની પત્ની સાથે નવી દિલ્હીથી પ્રયાગરાજ ટ્રેન મારફતે જઈ રહ્યા હતા. પરંતુ જે ટ્રેનમાં તેમને જવાનું હતું તે ટ્રેન અનેક કલાકો લેટ હતી. જેને લઈ ન્યાયાધીશને અગવડ પહોંચી અને પછી તો શું, અલ્હાબાદ હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા ઉત્તર મધ્યમ રેલવે પ્રયાગરાજના જનરલ મેનેજરને પત્ર મોકલવામાં આવ્યો હતો. 


અગવડ પડવાની પાછળ આ કારણો છે જવાબદાર!

જે પત્ર મોકલવામાં આવ્યો હતો તેમાં ઉલ્લેખ હતો કે ટ્રેન 3 કલાકથી વધુ મોડી ચાલી રહી હતી, અને સંબંધિત સત્તાવાળાઓને વિલંબની જાણ કરવામાં આવી હોવા છતાં, ન્યાયાધીશ ચૌધરીની જરૂરિયાતો પૂરી કરવા માટે એક પણ સરકારી રેલવે પોલીસ કર્મચારી કોચમાં હાજર ન હતો. તે સિવાય મુસાફરી દરમિયાન પેન્ટ્રી કારનો કોઈ કર્મચારી જસ્ટિસ પાસે નાસ્તો આપવા પણ પહોંચ્યો ન હતો. અને જ્યારે પેન્ટ્રી કાર મેનેજરને ફોન કરવામાં આવ્યો તો પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, “આવી ઘટનાથી જસ્ટિસ ચૌધરીને ભારે અસુવિધા અને નારાજગી થઈ છે  





ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ જજને આપી આ નસીહત 

જ્યારે સમગ્ર ઘટનાની જાણ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને થઈ ત્યારે મુખ્યન્યાયાધીશને પત્ર લખી સલાહ આપી હતી. પત્રમાં ઉલ્લેખ હતો કે જજોને મળતી પ્રોટોકોલની સુવિધાઓથી સામાન્ય માણસને તકલીફ ન પડવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશનો રેલ્વે કર્મચારીઓ પર અનુશાસનીય અધિકાર નથી. પ્રોટોકોલ સુવિધાઓનો ઉપયોગ ન્યાયાધીશો દ્વારા વિશેષાધિકારનો દાવો કરવા માટે થવો જોઈએ નહીં. વધુમાં તેમણે કહ્યું કે હું હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીને વિનંતી કરી રહ્યો છું કે તેઓ સાથી ન્યાયાધીશો સાથે આત્મનિરીક્ષણ કરે. કોર્ટમાં આત્મનિરીક્ષણ અને પરામર્શ જરૂરી છે. ન્યાયાધીશોને આપવામાં આવતી પ્રોટોકોલ સુવિધાઓનો ઉપયોગ અન્યને અસુવિધા અથવા કોર્ટની જાહેર ટીકા તરફ દોરી ન જાય. પોતાના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે "પ્રોટોકોલ સુવિધાઓ" મળે છે તે "સત્તા અને સત્તાના અભિવ્યક્તિ" તરીકે જોવામાં ન આવે. 


લોકો કરી રહ્યા છે CJIના નિર્ણયની પ્રશંસા

ચીફ જસ્ટિસની વાતને લોકો બિરદાવી રહ્યા છે. આ પત્ર પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સીજેઆઈના આવા નિર્ણયથી લોકો પ્રભાવિત થયા છે. તેમના વ્યક્તિત્વની લોકો પ્રશંસા કરી રહ્યા છે. દરેક જગ્યાઓ આવો નિર્ણય કરવો જોઈએ, વીઆઈપી કલ્ચર નાબુદ થવો જોઈએ તેવી વાતો લોકો કરવા લાગ્યા છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.