સુપ્રીમ કોર્ટે ગર્ભપાત મામલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ગર્ભપાત મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે વિવાહિત અને અવિવાહિત મહિલાઓ વચ્ચે ગર્ભપાત મામલે ભેદભાવ ના કરી શકાય. અવિવાહિત મહિલાઓને પણ 20થી 24 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાનો અધિકાર છે.
કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી રુલ્સ મુજબ અવિવાહિત મહિલાઓને લીવ-ઈન રિલેશનશીપથી બહાર કરવી ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
તમામ મહિલાઓ સુરક્ષિત અને કાયદાકીય ગર્ભપાતની હકદાર છે. કોર્ટે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટમાં 2021ના સંશોધનમાં વિવાહીત અને અવિવાહિત મહિલાઓ વચ્ચે તફાવત નથી રાખતી. તેના નિયમ 3 બી મુજબ જે મહિલાઓની ગર્ભપાત કરવાની ઈચ્છા થાય છે તેઓ 20-24 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરાવી શકે છે.