પાકિસ્તાન.... દેશ એક..બરબાદી અનેક!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-31 20:55:02

1.  રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધી 6  દિવસના અમેરિકા પ્રવાસે છે ત્યારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં તેમણે ભારતીયોને સંબોધન કર્યું હતું.. આ સંબોધનમાં તેમણે PM મોદી, ભાજપ અને RSS પર નિશાન સાધતા નિવેદન આપ્યું હતું કે ભારતમાં કેટલાક લોકો એવા છે જેઓ સમજે છે કે તેમને બધુ આવડે છે.. રાહુલ ગાંધી 10 દિવસોના અમેરિકાના પ્રવાસે છે સાન ફ્રાન્સિસ્કો બાદ  તેઓ વોશિંગ્ટન ડીસી અને ન્યુયોર્કની પણ મુલાકાત લેશે..



2. મલેશિયાએ કરી પાકિસ્તાનની ફજેતી

મલેશિયાએ પાકિસ્તાનને આપેલા વિમાનની લીઝ પેટેની ચૂકવણી પાકિસ્તાને ન કરતા મલેશિયાએ વિમાન જપ્ત કરી લીધું છે.. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું બોઇંગ 777 વિમાન જેના 4 મિલિયન ડોલર પાકિસ્તાને ચૂકવવાના હતા તેની ચૂકવણી ન થતા વિમાનને યાત્રીઓ સહિત મલેશિયાના કુઆલાલમ્પુર એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યું.. આ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મલેશિયાના અધિકારીઓને દેવાની ચૂકવણી કરવાની બાંહેધરી આપી હતી અને વિમાનને રવાના કરવામાં આવ્યું.


3. ઉત્તર કોરિયાની જાસૂસી થઇ નિષ્ફળ!

ઉત્તર કોરિયાનો અંતરિક્ષમાં જાસૂસી ઉપગ્રહ છોડવાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે.. પ્રથમ તબક્કામાં રોકેટ લોન્ચ થઇ ગયા બાદ બીજી તબક્કામાં એક ટેકનીકલ ખામી સર્જાઇ, જેના કારણે હવામાં ગયા બાદ આ ઉપગ્રહ ધડાકાભેર તૂટી પડ્યો હતો.. અને દરિયામાં ખાબક્યો હતો.. ત્યાં ઓકીનાવા ટાપુ આવેલો છે.. જે જાપાનના દક્ષિણ ભાગમાં છે.. ત્યાં રહેતી માનવવસ્તીને એલર્ટ આપી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.. જો કે ઉત્તર કોરિયાના અધિકારીઓએ વધુ એકવાર  ઉપગ્રહ લોન્ચ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે.. 


4. ચીન અને અમેરિકા થયા આમનેસામને

અમેરિકા અને ચીન વચ્ચે એક નવા પ્રકારનો વિવાદ સર્જાયો છે..  અમેરિકાએ ચીન પર આક્ષેપ મુક્યો છે કે અમેરિકાની વાયુસેનાનું એક વિમાન દક્ષિણ ચીનમાં આવેલા સમુદ્ર ઉપર ઉડાન લઇ રહ્યુ હતું ત્યારે ચીનનું ફાઇટર જેટ ઓચિતા જ તેની સામે આવી ગયું અને અમેરિકાના વિમાનનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો. ચીનના વિમાને અમેરિકન એરક્રાફ્ટના કોકપિટની બરાબર સામે ઉડાન ભરી હતી. જેના કારણે અમેરિકાનું જાસૂસી પ્લેન હવામાં ડગમગવા લાગ્યું હતું...  આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ પરંતુ અમેરિકા ચીનના આ પગલાને ઉશ્કેરણીજનક ગણાવી રહ્યું છે.. એટલે કે ચીન દ્વારા દુર્ઘટના સર્જવાનો પ્રયાસ  થયો છે તેમ અમેરિકાએ નિવેદન આપ્યું છે.. 


5. ન્યુઝીલેન્ડમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ

ન્યુઝીલેન્ડમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.. યુનાઇટેડ સ્ટેટ્સ જિઓલોજીકલ સર્વે મુજબ સવારે 7 વાગ્યે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ આઇલેન્ડ પર લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યા હતા.. જો કે હજુસુધી ભૂકંપથી કોઇ જાનહાનિના સમાચાર નથી.. 


6. કટ્ટરવાદીઓએ સ્કૂલવાન પર કર્યું ફાયરિંગ

પાકિસ્તાનની સ્વાત ખીણમાં સ્પેશિયલ ફોર્સના કમાન્ડોએ સ્કૂલ વાન પર ફાયરિંગ કરવાની ઘટનામાં 6 વર્ષની બાળકી ઇજાગ્રસ્ત થઇ હતી.. જે પછી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે તેનું મૃત્યુ થયું છે..હુમલા સમયે સ્કૂલવાનમાં 7 વિદ્યાર્થીનીઓ હાજર  હતી આ તમામ હજુ પણ હોસ્પિટલમાં છે..  સ્વાત ખીણ એજ વિસ્તાર છે જ્યાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઇ પર હુમલો થયો હતો.. 


7. યુક્રેને રશિયા પર શરૂ કર્યા હુમલા

રશિયા યુક્રેનનું યુદ્ધ હવે રશિયાની રાજધાની મોસ્કો સુધી પહોંચ્યું છે.. રશિયા સતત યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી રહ્યું છે જેના જવાબ તરીકે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર વળતો હુમલો કરી 2 ઇમારતોને ધ્વસ્ત કરી નાખી હતી..મોસ્કો પર યુક્રેને 8થી પણ વધુ ડ્રોન હુમલા કર્યા છે.. આ હુમલામાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે.. 


8. રશિયાની જાસૂસી વ્હેલ સ્વીડને ઝડપી

દુશ્મન દેશો પર જાસૂસી માટે રશિયાએ હવે જળમાર્ગ દ્વારા જાસૂસો મોકલવાનું શરૂ કર્યું છે.. પહેલા નેવી ડોલ્ફિનનો રશિયાએ પ્રયોગ કર્યો હતો અને હવે રશિયન નૌસેનાએ દુશ્મન દેશોના જહાજની જાસૂસી માટે એક વ્હેલ માછલીનો પ્રયોગ કર્યો છે.. સૌથી પહેલા વર્ષ 2019માં નોર્વે અને સ્વીડનના દરિયાકિનારે આ વ્હેલે દેખા દીધી હતી અને હવે ફરીવાર આ વહેલ તરતી તરતી સ્વીડનના દરિયાકિનારે મળી આવી છે.. સ્વીડનના કેટલાક વૈજ્ઞાનિકોએ તપાસ હાથ ધરતા તેના શરીર પરથી ખાસ પ્રકારના રશિયન બનાવટના સાધનો પણ મળી આવ્યા છે.. 


9. ઇમરાનના મંત્રીનો મોટો આરોપ

ઇમરાન ખાનની સરકારમાં મંત્રી રહી ચુકેલા ફૈઝલ વાવડાએ અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડમાં એક મહત્વનો ખુલાસો કર્યો છે.. ફૈઝલે જણાવ્યું છે કે ISIના પૂર્વ ચીફ જનરલ ફૈઝ હમીદે આ કૌભાંડમાં 190 મિલિયન પાઉન્ડની લાંચ લીધી છે..  આ કેસમાં ઇમરાન ખાનની પત્ની બુશરા અને તેની મિત્ર ફરાહ ગોગી પણ આરોપી છે.. ફરાહ ગોગી હાલ પાકિસ્તાનથી ભાગી છુટ્યા છે.. જ્યારે ઇમરાન ખાન અને બુશરા બીબીએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.. 


10. ભવિષ્યમાં વધુ કંગાળ થશે પાકિસ્તાન

પાકિસ્તાનમાં રાજકીય સંકટ સાથે આર્થિક સંકટ પણ ખરાબ બનતુ જઈ રહ્યું છે... યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રોએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં પાકિસ્તાનમાં અનાજની કટોકટી વધી શકે છે..  ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાનને લોન આપવાથી ઇનકાર કરી દીધો છે..  તેમજ સાથી દેશો પણ તેની મદદ નથી કરી રહ્યા.. પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં પણ ઘટાડો થયો છે.. જેનાથી અનાજ, શાકભાજી અને ચીજવસ્તુઓના ભાવ આસમાને છે..આ વર્ષના સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના સુધી પાકિસ્તાનમાં લગભગ 8.5 મિલિયન લોકોને અનાજની અછતનો સામનો કરવો પડી શકે છે..



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...