જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત મુલાકાતની પળેપળની માહિતી


  • Published By :
  • Published Date : 2022-10-29 20:49:43

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદીના ત્રણ દિવસીય પ્રવાસમાં તેઓ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. રક્ષા ક્ષેત્રે ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી વડોદરામાં પ્લેન બનાવતા એકમનું ખાતમુહૂર્ત કરશે. ભારતના ખાનગી ક્ષેત્રમાં આ પ્રથમ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના થરાદમાં પાણી પુરવઠો વધારવા 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કરાવશે. ત્યાર બાદ અમદાવાદના અસારવા વિસ્તારમાં 2900 કરોડના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 


પ્રધાનમંત્રી સરદાર પટેલને સ્મરણાંજલિ આપશે

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટના દર્શન કરશે. રાષ્ટ્રીય એકતા દિવસના રોજ પ્રધાનમંત્રી સરદાર પટેલની પ્રતિમાને સ્મરણાંજલિ આપશે. કેવડિયા કોલોની ખાતે જવાનો સાથે પણ સંવાદ કરશે. પ્રધાનમંત્રી મોદી 680 કરોડ રૂપિયાના ખર્ચે ગોધરા મેડિકલ કોલેજના વિકાસ અને કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીના વિસ્તરણનો શિલાન્યાસ કરશે.

માનગઢ હિલ નરસંહાર

પહેલી નવેમ્બરે પ્રધાનમંત્રી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’ના કાર્યક્રમમાં હાજરી આપશે. માનગઢ હિલ ભીલ સમુદાય અને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની અન્ય જાતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જ્યાં ભીલો અને અન્ય જાતિઓ અંગ્રેજો સાથે લડાઈ લડી હતી. 1.5 લાખથી વધુ ભીલોએ 17મી નવેમ્બર 1913ના રોજ માનગઢ હિલ ખાતે શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં રેલી કાઢી હતી. જેના પર અંગ્રેસ સરકારે ગોળીબાર કર્યો હતો જેમાં આશરે 1500 આદિવાસીઓ શહીદ થયા.

પ્રધાનમંત્રીની પંચમહાલ મુલાકાત

પ્રધાનમંત્રી મોદી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે 860 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવા કેમ્પસને ખુલ્લો મૂકશે. પ્રધાનમંત્રી વાડેક ગામમાં આવેલી સંત જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા અને સ્મારક અને દાંડિયાપુરા ગામ સ્થિત રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા અને સ્મારકને પણ સમર્પિત કરશે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?