બોલિવૂડ કપલ અલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા પિતા બનવાના છે.
હાલમાં જ અલિયા ભટ્ટનું સીમંત યોજવામાં આવ્યું હતું . દશેરાના દિવસે અલિયાનું બેબી
શાવરનું ફંક્શન યોજવામાં આવ્યું હતું. અને હાલ ઇન્ટરનેટ પર બેબી શાવરની તસવીરો વાઇરલ
થઈ રહી છે.
આલિયાએ સીમંતમાં યલો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળતો હતો. રણબીર કપૂર પિંક-વ્હાઇટ કુર્તા પાયજામામાં હતો.
કોન રહ્યું હાજર ?
સીમંતમાં અલિયાના માતા સોની રાઝદાન, બહેન શાહીન, સાસુ નીતુ કપૂર, નણંદ રિદ્ધિમા ઉપરાંત કરન જોહર, કરિશ્મા કપૂર, નતાશા નંદા, નીલા દેવી કપૂર સહિતના સેલેબ્સ આવ્યા હતા. આલિયાની ફ્રેન્ડ આકાંક્ષા રંજન પણ આવી હતી.
બેબી શાવર રણબીર અને અલિયાના બાંદ્રા સ્થિત ઘરમાં જ યોજવામાં આવ્યું હતું