આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આલિયા ભટ્ટ અને રણવીરની પુત્રી રાહાના જન્મ બાદ આ પ્રથમ ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની છે. આલિયાની હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની રિલીઝ ડેટ બહાર પાડવામાં આવી છે. 11 ઓગસ્ટ 2023ના રોજ આ ફિલ્મ આવવાની છે. ત્યારે આ જ દિવસે રણવીરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે.
11 ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ
થોડા મહિના પહેલા આલિયા ભટ્ટે અને રણવીર કપૂરને ત્યાં દિકરીનો જન્મ થયો હતો. હાલ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આલિયા ભટ્ટ બીજી વખત માં બનવાની છે. આ બધા વચ્ચે 11 ઓગસ્ટના રોજ રાહાના મમ્મી પપ્પા વચ્ચે મોટા પડદા પર કાંટાની ટક્કર થવાની છે. બંનેની મૂવી એક જ દિવસે રિલીઝ થવાની છે.
રણવીરની ફિલ્મ પણ થઈ રહી છે રિલીઝ
આલિયા ભટ્ટની પ્રથમ હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન રિલીઝ થવા જઈ રહી છે. ગયા વર્ષે આલિયા ભટ્ટે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. નેટફ્લિક્સ પર આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ જ દિવસે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા બનાવામાં આવી છે. તેમના ચાહકો મોટા પડદા પર તેમની જોડીને જોવા ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે બંનેની ફિલ્મ આવી રહી છે પરંતુ તેમની ફિલ્મો સામ-સામ આવશે.