Gujaratમાં સાચે છે દારૂબંધી? Mahisagar પોલીસે એસટી બસમાંથી ઝડપી પાડ્યો દારૂનો જથ્થો, જો પોલીસ ધારે તો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-07 13:38:37

ગુજરાતમાં દારૂબંધી છે તેવું જ્યારે તમે સાંભળતા હશો કે વાચંતા હશો ત્યારે તમને હસવું આવતું હશેને અને મનમાં કહેતા હશો કે આને દારૂબંધી વાળું રાજ્ય થોડી કહેવાય? એવું પણ વિચારતા હશો કે દારૂબંધી હોવા છતાંય લોકો નશાની હાલતમાં દેખાય છે, અવાર-નવાર મોટા જથ્થામાં દારૂ ઝડપાય છે વગેરે વગેરે.... ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે વાત અનેક વખત અમે કહેતા હોઈએ છીએ અને આજે ફરી એક વખત કહી રહ્યા છીએ. કારણ કે મહીસાગરથી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે એસટી બસમાં છૂપી રીકે દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો જેને પોલીસે પકડી પાડ્યો છે.


મહીસાગરથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો 

નશીલા પદાર્થની હેરફેર માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે. ગાંધીના ગુજરાતમાંથી ડ્રગ્સ પણ મોટી સંખ્યમાં મળી આવે છે, દારૂનો જથ્થો તો અવાર-નવાર મળતો હોવાની ઘટના સામે આવે છે. જથ્થો પકડાયા બાદ આપણી સામે જે આંકડો આવે છે તે સાંભળીને આપણે ચોંકી જતા હોઈએ છીએ પરંતુ આ તો એ આંકડો છે જે જાહેર કરવામાં આવે છે. એવા તો અનેક જથ્થા હશે જેની નોંધ, જેનો આંકડો આપણી સામે નહીં આવતો હોય. અનેક વખત નશીલા પદાર્થની હેરાફેરીમાં લોકો સફળ થઈ જતા હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મહીસાગરથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. એસ.ટી બસમાં છૂપી રીતે લઈ જવાતો દારુ ઝડપાયો છે. પોલીસે પુનાવાડાથી ઓલપાડ જતી બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો છે. 


બાતમીને આધારે પોલીસે બસમાં કર્યું ચેકિંગ 

બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. ખાનપુર પોલીસે લીમડીયા ચોકાડી પાસેથી પસાર થઈ રહેલી બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વોચ ગોઠવી બસને ઊભી રાખવામાં આવી અને બસની અંદર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કપડાંની ત્રણ બેગમાંથી વિદેશી દારૂ પકડાયો હતો. વિદેશી દારૂની સાથે બે વ્યક્તિને પણ પોલીસે પકડી પાડ્યા છે. વિદેશી દારૂના કુલ 150 નંગ 25500 રૂપિયા અને મોબાઈલ 2 નંગ 5500 મળી કુલ 31000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે.  



પોલીસ માટે કંઈ પણ અસંભવ નથી!

મહત્વનું છે કે દારૂની હેરાફેરીમાં પોલીસની પણ રહેમનજર હોય છે તેવી વાતો અનેક વખત લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. પોલીસની દયા વગર નશીલા પદાર્થની હેરાફેરી કરવી મૂશ્કેલ છે તેવી વાતો પણ લોકમુખે ચર્ચાતી હોય છે જ્યારે આવી ઘટના બને છે. પોલીસ જો ધારે તો કોઈની તાકાત નથી કે આવી વસ્તુઓની હેરાફેરી થઈ શકે. પોલીસ ધારે તો કંઈ પણ કરવા સક્ષમ હોય છે પરંતુ જો ઈચ્છાશક્તિ હોય તો....   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?