ગૂગલે હોલિવુડના સૌથી ખતરનાક વિલન એલન રિકમેનને યાદ કર્યા, ડૂડલ બનાવી આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-04-30 16:27:26

દિવંગત હોલિવુડ અભિનેતા એલન રિકમેનને શ્રદ્ધાંજલિ આપતા ગૂગલે તેમના માટે ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. હેરી પોટર સીરીઝમાં પ્રો. સેવેરસ સ્નેપની ભૂમિકા ભજવનાર હોલિવૂડ અભિનેતા એલન રિકમેનને ગૂગલે ખાસ અવસર પર ડૂડલને શણગાર્યું છે. વાસ્તવમાં, એલન રિકમેનને બ્રોડવે નાટક 'લેસ લાયસન્સ ડેન્જરસ'માં તેના શ્રેષ્ઠ અભિનય માટે યાદ કરવામાં આવે છે અને તેને 36 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે એક અદ્ભુત ડૂડલ બનાવ્યું છે.


સુંદર ડુડલ તૈયાર કર્યું


બ્રોડવે પ્રોડક્શનના 'Les Liaisons Dangereuses'માં તેમના  શાનદાર કિરદાર  Vicomte de Valmontએ  માટે ગુગલે એક સુંદર ડુડલ તૈયાર કર્યું છે. એવું કહેવાય છે કે આ ભૂમિકા અભિનેતા માટે તેની કારકિર્દીને સફળ બનાવવામાં ઘણી મદદગાર સાબિત થઈ હતી.


માત્ર એક્ટર જ નહીં પણ ચિત્રકાર પણ હતા


એલન રિકમેન વિશે મજાની વાત એ છે કે એલન રિકમેન માત્ર એક્ટર જ નહીં પણ એક ચિત્રકાર પણ હતા. રિકમેનના વખાણમાં ડૂડલ સાથે લખવામાં આવ્યું છે કે, 'આજનું ડૂડલ હોલીવુડ અભિનેતા એલન રિકમેન માટે છે. ઘેઘુર અને મનમોહક અવાજ અને અનંત આકર્ષણ સાથે, તેઓ હેરી પોટર અને ડાઇ હાર્ડ જેવી ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા છે.


મળી ચુક્યો છે એમી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ


રિકમેનને 'રોબિન હૂડઃ પ્રિન્સ ઓફ થીવ્સ' જેવી ફિલ્મોમાં એક સમાન ભૂમિકાઓ ભજવી હતી. તેમણે "સેન્સ એન્ડ સેન્સિબિલિટી" (1995) અને "રાસપુટિન: ડાર્ક સર્વન્ટ ઓફ ડેસ્ટિની" (1996) ઉપરાંત 1990 ના દાયકામાં તેમના શાનદાર અભિનય માટે તેમને એમી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?