રાજકોટમાં અલકાયદા મોડ્યુલનો પર્દાફાશ, ગુજરાત ATSએ આતંકી સંગઠન અલકાયદાના 3 આતંકીની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2023-08-01 15:43:58

ગુજરાત ATSએ રાજકોટમાં અલકાયદા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ સફળ ઓપરેશન કરી, રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા (Al Qaeda) સાથે સાંઠગાંઠ ધરાવતા 3 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ ઉપરાંત અન્ય 8થી 10 લોકોની ધરપકડ કરી છે.  ગુજરાત ATSએ આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા છે. આ ત્રણેય આતંકી છેલ્લાં 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા. આ ત્રણેય આતંકીઓ ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર કરતા હતા અન્ય મુસ્લિમોને પણ કટ્ટરતાનું ઝેર પિવડાવતા હતા.


અમદાવાદ લાવવામાં આવ્યા

 

ગુજરાત ATSએ ઝડપેલાં ત્રણ આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ મળી આવ્યા છે. ATSની દ્વારા રાજકોટમાં ગઈકાલે રાજકોટમાં ધામા નાખ્યા હતા અને રાત્રિના સમયે બંને આરોપીઓને ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. તેઓ રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગર તરીકે કામ કરતા હતા અને સોનીનું પણ કરતા હતા. છેલ્લાં 6 મહિનાથી તેઓ રાજકોટની સોની બજારમાં રહેતા હતા. પરંતુ ATS દ્વારા માહિતીના આધારે ગઈકાલે રાજકોટમાં ધામા નાખ્યા હતા. પૂછપરછ બાદ ત્રણેય આરોપીઓને મોડી રાત્રે ATSની ટીમ દ્વારા અટકાયત કરી અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ATSની ટીમ દ્વારા સાંજ સુધીમાં સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર માહિતી બહાર આવશે. ATSના જણાવ્યા પ્રમાણે ત્રણેય આતંકીઓ લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા, તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે. ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે.


ઇનપુટના આધારે ગુજરાત ATSએ કરી ધરપકડ


ગુજરાત ATSએ અગાઉ પોરબંદરમાંથી અફઘાનિસ્તાન ભાગી રહેલા ચાર શકમંદોની ધરપકડ કરી હતી. આ પછી ATS ઘણા વધુ શકમંદોની ધરપકડ કરી હતી. બાદમાં આ સમગ્ર મામલો તપાસ માટે NIAને સોંપવામાં આવ્યો હતો. આ પછી એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ધરપકડ કરાયેલા શકમંદોએ ભારત પરના હુમલા અંગેના શપથ પણ લીધા હતા. હવે ATSએ રાજકોટમાં આ ત્રણ નવા શકમંદોની ધરપકડ કરી છે. PM મોદીની રાજકોટ મુલાકાત બાદ ATSની આ મોટી કાર્યવાહી થઈ છે. PM મોદી ગયા અઠવાડિયે જ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ATSના અધિકારીઓએ તેમની પાસેથી ઘણી વસ્તુઓ રિકવર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, તેઓ સર્વેલન્સમાંથી મળેલા ઇનપુટ પર પકડાયા હતા. વધુ તપાસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. ગત મહિનામાં ગુજરાત ATS દ્વારા પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ.  પોરબંદરમાંથી ગુજરાત એટીએસ દ્વારા મહિલા સહિત ચાર લોકોને દબોચી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે આ ચારેય આતંકીઓ અલ કાયદાના સક્રિય ગૃપના સભ્યો છે. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.


વોટ્સએપ ચેટ અને કોલ ડિટેઇલ મળ્યા


ઝડપાયેલા ત્રણેય લોકો ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. અલકાયદાનું નેટવર્ક ધરાવતા આ શખ્સોની રોજે રોજ મુલાકાત થતી હતી. સાથે જ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય મુસ્લિમ કર્મચારીને સંગઠનમાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા. ATSની તપાસમાં આ અંગેની ત્રણેય આરોપીની વોટ્સએપ ચેટ અને કોલ ડિટેઇલ મળી આવી છે. ગઇકાલે રાત્રે ગુજરાત ATS દ્વારા આ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે પછી ATSની 6 જેટલી ટીમે ઓપરેશન પાર પાડ્યુ. આ બંગાળી કામ કરી રહ્યા હતા તે સમયે જ તેમને પકડી લેવામાં આવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?