અક્ષયકુમારે કર્યા કેદારનાથ ધામના દર્શન! માથા પર તિલક કરી મહાદેવની કરી પૂજા! વીડિયો થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-23 17:17:51

ઉત્તરાખંડના ચારધામ યાત્રાના દર્શનનો લાભ લાખો ભક્તોએ લીધો છે. કેદારનાથ અને બદ્રિનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પણ બાબા કેદારનાથ સામે શીશ નમાવ્યું હતું. મંગળવારે કેદારનાથ મંદિર અક્ષય કુમાર પહોંચ્યા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા. ફિલ્મની શૂટિંગ માટે હાલ અક્ષયકુમાર ઉત્તરાખંડમાં છે. સહસ્ત્રધરા હેલિપેડથી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. બાબાના દર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટરે પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે જય બાબા ભોલેનાથ. એક્ટરને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.  

              

અક્ષય કુમારે બાબા સામે ઝૂકાવ્યું શીશ!

બોલિવુડ અભિનેતાઓના અનેક ફોટા સામે આવતા હોય છે જે વાયરલ થઈ જતા હોય છે. ત્યારે હાલ ઉત્તરાખંડના ચારધામ યાત્રા દરમિયાન લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનેક વખત ભક્તો અટવાયા પણ છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર અભિનેતાએ ફોટો શેર કર્યો હતો. વીડિયો પણ સામે આવ્યો છે. મંદિરની બહાર નીકળતા જ અભિનેતાએ જય ભોલેનાથનો જયઘોષ કર્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અક્ષય કુમારના માથા પર લાલ અને પીળા રંગનો તિલક લગાવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે