અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખતા લોકો વિફર્યા, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ


  • Published By :
  • Published Date : 2023-02-06 20:12:27

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ઉત્તર અમેરિકાના પ્રવાસે જવાનો છે, પરંતુ અક્ષય કુમારને એક વીડિયો શેર કરવો મોંઘો પડ્યો છે. વીડિયો જોઈને અક્ષય કુમારના ફેન્સ તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે. 


વિવાદ શું છે?


આજકાલ અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દિશા પટની, સોનમ બાજવા અને મૌની રોય સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આ સ્ટાર્સ નકશા પર ચાલતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ ચાહકો આરોપ લગાવી રહ્યા છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખ્યો છે. હવે લોકો તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે.


અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા લખ્યું છે કે મનોરંજન 100 ટકા હશે. શુદ્ધ દેશી મનોરંજન ઉત્તર અમેરિકામાં. તમારો સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવીશું. 


અક્ષય કુમાર પર લોકો વિફર્યા 


વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને માફી માંગવા અને દેશનું સન્માન કરવા પણ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ કૃત્ય માટે તમારે કરોડો દેશવાસીઓની માફી માંગવી જોઈએ. સાથે જ એક યુઝરે લખ્યું છે કે ભારતનું થોડું તો સન્માન કરો. લોકો તેને કેનેડિયન કુમાર કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે.


અક્ષય કુમારને તેની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યો છે કારણ કે તેની પાસે ભારતનો નહીં પણ કેનેડિયન પાસપોર્ટ છે. જોકે અભિનેતા પોતાને દિલથી ભારતીય કહે છે, પરંતુ યુઝર્સ તેને ટ્રોલ કરવાની કોઈ તક છોડવા માંગતા નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?