અક્ષય કુમારની ફિલ્મ OMG-2 આવી વિવાદોમાં! સેન્સર બોર્ડે રિલીઝ પર લગાવી રોક! જાણો વિગતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-13 09:42:39

11 ઓગસ્ટે અક્ષય કુમાર તેમજ પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓએમજી-2 રિલીઝ થવાની છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મને લઈ અક્ષય કુમાર હાલ ચર્ચામાં છે. ટીઝર રિલીઝ થતાંની સાથે જ ફિલ્મનો વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મમાં બતાવવામાં આવેલા અનેક સીનને લઈ દર્શકો વાંધો ઉઠાવી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દર્શકોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર સેન્સર બોર્ડે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ફિલ્મને રિવ્યુ માટે મોકલી દેવામાં આવી છે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે. મહત્વનું છે કે અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ નથી જે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. 

થોડા સમય પહેલા ટીઝર થયું હતું રિલીઝ 

થોડા સમય પહેલા આદિપુરૂષ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. ફિલ્મમાં બતાવવામાં  આવેલા અનેક સીન તેમજ અનેક ડાયલોગને લઈ દર્શકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ભક્તોની લાગણીને ઘણી ઠેસ પહોંચી હતી. વિવાદો વધતા ફિલ્મમાં અનેક ચેન્જ કરવામાં આવ્યા હતા. ડાયલોગ પણ બદલવામાં આવ્યા હતા, ત્યારે હવે બીજી એક ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. થોડા સમય પહેલા જ ઓએમજી-2 ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. 

Oh My God! Box Office Collection | Day Wise | Worldwide - Sacnilk

ઓએમજી ફિલ્મનો પણ થયો હતો વિરોધ!

ટીઝર રિલીઝ થતાં જ અનેક સીનને લઈ વિવાદ છેડાઈ ગયો છે. ત્યારે ફિલ્મને લઈ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ પર રોક લગાવાઈ દેવાઈ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે સેન્સર બોર્ડે ફિલ્મને રિવ્યુ કમિટી પાસે પણ મોકલી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ઓએમજી ફિલ્મની સિક્વલ છે. જ્યારે અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓએમજી રિલીઝ થઈ હતી ત્યારે પણ ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે ફિલ્મની સિક્વલ પર પણ વિવાદના વાદળો ઘેરાઈ રહ્યા છે. 


Rustom (2016) - IMDb

અક્ષય કુમારની અનેક ફિલ્મોને લઈ છેડાયો છે વિવાદ 

ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આતુરતાથી લોકો ફિલ્મની રાહ જોતા હતા. ટીઝરને પણ દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ ટીઝરમાં બતાવાયેલા અનેક સીનને લઈ દર્શકોની લાગણીને ઠેસ પહોંચી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શંકરના રોલમાં જોવા મળવાના છે. ટીઝરમાં એક સીન છે જેમાં અક્ષય કુમાર (ભગવાન શિવની ભૂમિકા ભજવનાર) રેલવેના પાણીથી તેમનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મને લઈ મળતી માહિતી અનુસાર ફિલ્મને રિવ્યુ કમિટી પાસે મોકલી દેવામાં આવ્યો છે. અનેક સીન તેમજ ડાયલોગ આપત્તિજનક છે જેને લઈ સેન્સર બોર્ડે ફિલ્મ પર રોક લગાવી દીધી છે. રૂસ્તમ, રક્ષાબંઘન, લક્ષ્મી, રામસેતુ, સમ્રાટ પૃથિવીરાજ, ઓએમજી સહિત એવી અક્ષય કુમારની અનેક ફિલ્મો છે જે વિવાદમાં સપડાઈ છે. ત્યારે આ ફિલ્મને લઈને વિવાદ છેડાઈ ગયો છે. મહત્વનું છે કે ઓએમજી-2 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.    

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?