સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મને લઈ જાહેરાત કરી છે. વર્ષ 2012માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ OMG એટલે કે ઓ માય ગોડ આવી હતી. ફિલ્મને સારો રિસ્પોન્સ તેમજ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે પહેલી ફિલ્મના આટલા વર્ષો બાદ OMG ફિલ્મની સિક્વલ આવી રહી છે. પહેલા ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં દેખાયા હતા ત્યારે આ ફિલ્મમાં તે મહાદેવના રૂપમાં જોવા મળી શકે છે તેવું તેમના પોસ્ટ ઉપરથી લાગી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે યામી ગૌતમ તેમજ પંકજ ત્રિપાઠી જોવા મળશે.
11 ઓગસ્ટના રોજ ફિલ્મ થશે રિલીઝ!
OMG ફિલ્મ વર્ષ 2012માં આવી હતી. તે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. પરેશ રાવલ અને અક્ષય કુમારની જોડીને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો ત્યારે 11 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ આવી રહી છે. શુક્રવારે અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે તેમાં જણાવામાં આવ્યું છે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
ભગવાન શંકરના અવતારે જોવા મળશે અક્ષય કુમાર!
સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમણે લખ્યું કે અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો 11 ઓગસ્ટે. સાથે જ એક્ટરે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શંકરના અવતારમાં જોવા મળશે. અક્ષય કુમાર સિવાય ફિલ્મ અંગેની માહિતી યામી ગૌતમે પણ શેર કરી છે. યામી ગૌતમે લખ્યું કે તારીખ લોક છે. OMG2 11 ઓગસ્ટ 2023એ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ત્યાં મળીએ! આ પોસ્ટને જોતા દર્શકોમાં ઉત્સુક્તા વધી છે. ઓહ માય ગોડ 2 માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે.