આ ફિલ્મની આવી રહી છે સીક્વલ, અનેક ફ્લોપ ફિલ્મો બાદ આ ફિલ્મ પર અક્ષય કુમાર રાખી રહ્યા આશા, જાણો ક્યારે અને કઈ ફિલ્મ થઈ રહી છે રિલીઝ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-30 17:55:19

પહેલા એક સમય એવો હતો કે અક્ષય કુમારની ફિલ્મ એકદમ સુપર ડુપર હીટ હોતી હતી. એ ફિલ્મ ભલે એન્ટરટેન્મેન્ટની હોય, એક્શનની હોય કે પછી કોપની ભૂમિકા હોય. તે હંમેશા પોતાની એક્ટિંગથી દર્શકોનું દીલ જીતી લે છે. છેલ્લા ઘણા સમયથી અક્ષકુમારની ફિલ્મ એક બાદ એક ફ્લોપ જઈ રહી છે. એ પછી ફિલ્મ સેલ્ફી હોય કે પછી રામ સેતુ હોય. રક્ષાબંધન હોય કે સમ્રાટ પૃથ્વીરાજ હોય.અક્ષય કુમારની ફિલ્મ સતત ફ્લોપ જઈ રહી છે. આ બધા વચ્ચે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ અંગે જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5ની જાહેરાત કરી છે.   

અક્ષય કુમારની અનેક ફિલ્મો જઈ રહી છે ફ્લોપ  

અક્ષય કુમારને બોલિવુડના ખીલાડી કુમાર તરીકે ઓળખવામાં આવે છે, એક સમય એવો હતો જ્યારે તેમની ફિલ્મ સારી કમાણી કરી લેતી હતી. પરંતુ હવે જાણે સમય બદલાઈ ગયો છે. તેમની ફિલ્મ સારી કમાણી નથી કરી શકતી. અનેક ફિલ્મો ફ્લોપ ગઈ છે. ત્યારે અભિનેતાએ વધુ એક ફિલ્મની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5 અંગેની અનાઉસ્મેન્ટ કરી છે. ફિલ્મની જાહેરાત કરવાની સાથે તેમણે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગેની માહિતી પણ આપી હતી. 


સોશિયલ મીડિયા પર એક્ટરે આપી જાણકારી 

હાઉસફૂલની પહેલા પણ અનેક સિક્વલ આવેલી છે જેને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં બીજા કયા કલાકારો છે તે અંગેની જાણકારી આપવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં આ અંગેની જાણકારી આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી કેપ્શન આપ્યું કે '5 ગણી વધુ ક્રેઝીનેસ માટે તૈયાર રહો. તમારી સમક્ષ પ્રસ્તુત છે સાજીદ નડિયાદવાલાની હાઉસફુલ. તેના નિર્દેશક તરુણ મનસુખાની છે. દિવાળી 2024માં થિયેટરોમાં મળીશું. અક્ષયે રિતેશ દેશમુખ, નડિયાદવાલા ગ્રાન્ડસન પ્રોડક્શન કંપનીને ટેગ કર્યા છે. હવે જોવું રહ્યું કે આ ફિલ્મ કોઈ જાદુ કરી શકે છે કે નહીં? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?