બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને અંતે ભારતની નાગરિક્તા મળી ગઈ છે. અત્યાર સુધી તેમને કેનેડાના નાગરિક કહીંને ખૂબ ટ્રોલ કરવામાં આવતા હતા. અક્ષય કુમાર પણ સામે જવાબ આપતા હતા કે તે ભારતમાં રહીને ખૂબ જ ટેક્સ ચુકવે છે. તે દિવથી હિંદુસ્તાની છે. એક્ટરે પોતાના નાગરિક્તા દસ્તાવેજોને ટ્વીટર પર શેર કરતા ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે હવે તે ભારતીય નાગરિક બની ચુક્યા છે.
અક્ષય કુમાર પર અભિનંદન વર્ષા
તેમણે ટ્વીટ કરતા ડોક્યુમેન્ટની તસવીર શેર કરતા લખ્યું છે કે " દિલ અને નાગરિક્તા બંને હિંદુસ્તાની સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ જય હિંદ" અક્ષય કુમાર પોતાની ભારતીય નાગરિક્તા પ્રાપ્ત કરીને ખુશ જોવા મળ્યા હતા. તેમણે આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. અક્ષય કુમારને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકોએ નફરતી કોમેન્ટ પણ કરી છે.