સોશિયલ મીડિયા પર અક્ષયકુમાર થયા ટ્રોલ, લાલ ઘાઘરો પહેરી નોરા ફતેહી સાથે ડાન્સ અક્ષયકુમારે કર્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-04 18:00:26

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર પોતાની ફિલ્મ સેલ્ફીને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મો બોક્સઓફિસ પર ચાલી નથી રહી. ત્યારે અક્ષય કુમાર ટ્રોલ થયા છે. અભિનેતા એટલાન્ટા સિટીમાં એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ડાન્સ કર્યો હતો જે વાયરલ થયો હતો. આ દરમિયાન અક્ષય કુમારે શર્ટલેસ બ્લેક સૂટ પહેર્યો હતો અને તેની નીચે અભિનેતાએ લાલ ઘાઘરો પહેર્યો હતો. અક્ષય કુમારના આ ડાન્સમાં નોરા ફતેહી પણ દેખાઈ હતી. 


અક્ષયકુમારના ડાન્સનો વીડિયો થયો વાયરલ 

થોડા દિવસ પહેલા અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી રિલીઝ થઈ હતી જેને લઈ અક્ષયકુમાર ચર્ચામાં હતા.પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ફિલ્મની અસફળતાને કારણે અભિનેતાની ભારે ટીકા થઈ હતી. આ બધા વચ્ચે અભિનેતા એટલાન્ટ સિટીમાં આયોજીત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.આ ઈવેન્ટમાં નોરા ફતેહી સાથે તેમણે ડાન્સ પણ કર્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે. પ્રશંસા કરવાને બદલે ડાન્સ જોઈ લોકો અક્ષયને ટ્રોલ કરી રહ્યા છે.         


ઘાઘરો પહેરી અક્ષય કુમારે ડાન્સ કર્યો જે બાદ થયા ટ્રોલ  

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અક્ષયકુમાર ઘાઘરો પહેરી ડાન્સ કરી રહ્યા છે. અક્ષય અને નોરા સેલ્ફી ફિલ્મના ગીત મેં ખિલાડી તુ અનાડી પર ડાન્સ કરી રહ્યા છે. અક્ષય કુમાર એટલાન્ટા સિટીમાં આયોજીત એક ઈવેન્ટમાં તેમણે ડાન્સ કર્યો હતો. ડાન્સ પરફોમન્સ દરમિયાન અક્ષય કુમારે શર્ટલેસ બ્લેક સૂટ પહેર્યો હતો અને નીચે ઘાઘરો પહેર્યો હતો. પેન્ટ પર લાલ ઘાઘરો લપેટી અક્ષય કુમારે ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો વાયરલ થતા ફેન્સે ટીકા કરી હતી અને અક્ષયકુમાર ટ્રોલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે લખ્યું કે આ જોવાનું બાકી હતું, તો અન્ય એક યુઝરે લખ્યું કે આ ઘટિયા કામ કરવાનું બંધ કરી દે તો અક્ષય હિટ થઈ જાય.





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?