અમેરિકાના રોબિન્સવિલેમાં 183 એકર જમીનમાં તૈયાર થયું અક્ષરધામ મંદિર, ભવ્યાતિભવ્ય મંદિરનું કરાયું લોકાર્પણ


  • Published By :
  • Published Date : 2023-10-09 19:48:05

અમેરિકાના રોબિન્સવિલે શહેરમાં સ્વામીનારાયણ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભારતથી સાત સમુદ્ર પાર બનેવા આ ભવ્ય હિંદુ મંદિરનું ઉદઘાટન હજારો શ્રધ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ન્યૂ જર્સીમાં તૈયાર થયેલા આ મંદિરમાં ઉદઘાટન બાદ 8 સપ્ટેમ્બરના રોજ ખાસ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક મેયર ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ, દેશ વિદેશના અગ્રણી રાજકીય હસ્તીઓ અને ભારતીય રાજદુત ઉપસ્થિત રહ્યા હતા.


183 એકર જમીનમાં તૈયાર થયું અક્ષરધામ મંદિર


રવિવાર, 8 ઓક્ટોબરે રજા હોવાને કારણે, મોટી સંખ્યામાં ભક્તો પ્રાર્થનામાં હાજરી આપવા માટે ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ પહોંચ્યા હતા. મંદિર વિશેના અહેવાલો અનુસાર, તે 183 એકરમાં બનાવવામાં આવ્યું છે. અમેરિકાના ન્યૂજર્સી પાસેના રોબિન્સવિલેમાં 12 વર્ષની મહેનત પછી પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્ન સમાન ભવ્ય અક્ષરધામ મંદિરનો જાજરમાન મહોત્સવ સંપન્ન થયો. ભારતમાં રાત્રે 2 વાગ્યે અને અમેરિકાના સમય મુજબ સાંજે 4 વાગ્યે આ મહોત્સવ શરૂ થયો હતો. 8 ઓક્ટોબરે અમેરિકાની સવાર હતી ત્યારે મંદિરમાં શાસ્ત્રોક્તવિધિથી પૂજા થઈ હતી. મહંત સ્વામીના હસ્તે ભગવાન સ્વામીનારાયણ અને અન્ય સંતવર્યની પ્રતિમાઓની પૂજાવિધિ સંપન્ન થઈ હતી. દિવ્ય વાતાવરણ વચ્ચે સંખ્યાબંધ ભક્તોએ આ ક્ષણનો લ્હાવો લીધો હતો.ભારતના વિવિધ મંદિરો, પૌરાણિક ભારતના ઋષિ-મુનિઓ, ચાર વેદ તથા વેદિક પરંપરાઓનો પરિચય પણ અમેરિકી ધરતી પર સ્થાપિત આ વિશાળ અક્ષરધામ મંદિરના જાજરમાન લોકાર્પણ સમારોહમાં આપવામાં આવ્યો. આ સાથે વસુધૈવ કુટુમ્બકમના વિચારને અમેરિકી ધરતી પર વ્યાપકરૂપમાં રજૂ કરવામાં આવ્યો.


સૌથી ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ


અમેરિકામાં બનેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામ વિશે એવું કહેવાય છે કે તે ભારતની બહાર અત્યાર સુધીનું સૌથી ભવ્ય અક્ષરધામ મંદિર બની શકે છે. મંદિરનું નિર્માણ 2015 માં શરૂ થયું હતું અદ્ભૂત ટીમવર્ક સાથે સ્વયંસેવકોની અથાક મહેનતથી તૈયાર અક્ષરધામ મંદિરનું જાજરમાન લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે અદ્ભૂત શ્રમદાનમાં સામેલ સ્વયંસેવકો, શિલ્પીઓ અને અન્ય તમામ સેવારત લોકોનો આભાર માનવામાં આવ્યો. જેમાં ખાસ કરીને અનિલભાઈ પટેલ કે જેઓ 71 વર્ષીય સ્વયંસેવક છે અને 26 વર્ષથી ધારણા-પારણા કરતા સતત સેવારત છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.


અમેરિકાના અક્ષરધામનું આ છે મુખ્ય આકર્ષણ


ન્યૂ જર્સી રોબિન્સવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર બહાર અને અંદર બંને રીતે સુંદર છે. મંદિરના બહારના ભાગે હિન્દુ સ્થાપત્યને અનુસરીને બનાવવામાં આવેલો 135 ફૂટ પહોળો અને 55 ફૂટ ઊંચો વિશાળ મંડપ મંદિરને અદભુત સુંદરતા પૂરી પાડવાની સાથોસાથ સુરક્ષા પણ આપે છે, જેમાં બનેલા સ્તંભ પર આંખો ઠરી જાય એવું બારીક કોતરકામ કરવામાં આવ્યું છે. મંડપનો મુખ્ય દરવાજો, જેને મયૂર દ્વાર કહેવાય છે, એ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મયૂર દ્વારને આરસમાંથી કોતરવામાં આવેલા મોર, હાથી, સાધુઓ અને ભક્તો સહિત 236 શિલ્પોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ભવ્ય મંદિર સુધી પહોંચવા માટે 50 ફૂટ ઊંચું લાઈમસ્ટોનનો ગેટ છે. આ ગેટ પર સેંકડો મોર કોતરવામાં આવ્યા છે. મયૂર દ્વાર એ હિંદુ મંદિરોમાં ઉત્કૃષ્ટ પ્રવેશદ્વારની પ્રાચીન પરંપરાનો એક ભાગ છે.મંદિર પાસે બનેલા મંડપમાં એક ભવ્ય પ્રાર્થના હોલ છે, જ્યાં એક સમયે 1000થી પણ વધુ ભક્તો બેસીને ભગવાનની ભક્તિ કરી શકે છે. મંદિર સંકુલના યુવાનો માટે પ્રવૃત્તિ કેન્દ્ર, મુલાકાતીઓ માટે આરામગૃહ અને ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું હતું. એક આકર્ષક વાત એ પણ છે કે મંદિર અને તેની આસપાસના વિસ્તારની સુંદરતા ઉત્તર અને દક્ષિણ ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલીના સમૃદ્ધ મિશ્રણથી પ્રભાવિત છે.


મંદિરના ઉદ્ઘાટન પર વિદેશ રાજ્ય મંત્રીનું નિવેદન


અગાઉ, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને અક્ષરધામના ભવ્ય ઉદ્ઘાટન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અભિનંદન સંદેશમાં, તેમણે લખ્યું, "ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પર અભિનંદન! આ ક્ષણ ભારત માટે ખૂબ જ ગર્વની છે." તેમણે આ મંદિરને સામૂહિક સમર્પણ અને એકતાનું પ્રતિક ગણાવ્યું હતું. વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું કે અક્ષરધામનું નિર્માણ આદરણીય ગુરુ મહંત સ્વામી મહારાજ અને ગુરુ પ્રમુખસ્વામી મહારાજના દૂરંદેશી માર્ગદર્શનની સાક્ષી છે.


વૈશ્વિક મંચ પર ભારતની ઓળખ


માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડીએલ મુરુગને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના ઉદ્ઘાટન સમયે કહ્યું હતું કે વૈશ્વિક મંચ પર ભારતીય શ્રેષ્ઠતાનું આ બીજું ઉદાહરણ છે. આ પ્રોજેક્ટની સફળતા માટે 12 વર્ષના અથાક સમર્પણની જરૂર હતી. સમગ્ર ઉત્તર અમેરિકામાં 12,500 થી વધુ સ્વયંસેવકો અમારી સામૂહિક શક્તિનો પુરાવો છે.


ભક્તિનો ચમત્કાર! કલા અને આધ્યાત્મિકતાનું મિશ્રણ


મંદિર મેનેજમેન્ટ અને ભક્તોનું માનવું છે કે 183 એકરમાં ફેલાયેલું વિશાળ મંદિર સોમવારથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. અક્ષરધામ સંકુલમાં પથ્થરનું મહાન મંદિર કારીગરી અને ભક્તિનો અજાયબી છે. જે આધ્યાત્મિક મહત્વ સાથે ઉત્કષ્ઠ કળાનું મિશ્રણ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?