રશિયાએ પણ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપી છે. રશિયન સરકાર દ્વારા જારી કરાયેલ SCO સભ્ય દેશોના નકશાએ આ બાબત સાબિત કરી છે. રશિયાની સરકારની સત્તાવાર એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, જારી કરાયેલા નકશામાં પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન તેમજ સમગ્ર અરુણાચલ પ્રદેશને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. પાકિસ્તાન અને ચીન SCO સભ્ય દેશો હોવા છતાં મોસ્કોએ આ પગલું ભર્યું છે. રશિયાએ આ નકશો જાહેર કરીને આ બન્ને દેશોની બોલતી બંધ કરી દીધી છે.
રશિયાએ SCO સભ્ય દેશોના નકશામાં શું દર્શાવ્યું છે?
રશિયન સરકારે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોનો નકશો જારી કર્યો છે. રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતનિક દ્વારા જારી કરવામાં આવેલા એક નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનની સાથે અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ ભારતનો અભિન્ન અંગ દર્શાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન અને ચીન પણ આજ SCO સંગઠનના સભ્ય છે. રશિયાએ તેમની દરકાર કર્યાં વિના આ નકશો જારી કર્યો છે. .
રશિયાનું આ પગલું શા માટે મહત્વનું છે?
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોમાં ચીન અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ચીન ભારતના લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને જ્યારે પાકિસ્તાન ભારત શાસિત જમ્મુ-કાશ્મીરને પોતાનો ભાગ માને છે. હવે આ પરિસ્થિતીમાં રશિયાનું આ પગલું ખુબ મહત્વનું છે? રશિયા દ્વારા જારી કરવામાં આવેલા આ નકશાથી વૈશ્વિક મંચ તેમજ SCO વચ્ચે ભારતની સ્થિતિ વધારે મજબૂત બની છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સોવિયત સંઘ અને રશિયા 1947થી કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન કરે છે. ભારત વિરોધી પ્રસ્તાવોને ફગાવવા માટે UNSCમાં વીટો પાવરનો ઉપયોગ કરે છે.