એક ઈંસ્ટાગ્રામ પોસ્ટને કારણે મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ફાટી નિકળી હતી. અકોલા ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું જ્યારે 8 લોકો ઘાયલ થઈ ગયા હતા. એક વીડિયોમાં કથિત રીતે બે જૂથ વચ્ચે પથ્થરમારો અને રસ્તા પર હોબાળો કરતા દેખાડ્યા છે. પોલીસે કહ્યું કે, ભીડે અમુક વાહનોને પણ તોડી નાખ્યા છે. હિંસક ઘટના બાદ ટોળાએ ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન બહાર માર્ચ કાઢી હતી. પરિસ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો.
Clash broke out in #Akola of #Maharashtra between two groups over a social media post against a preceptor. Stone pelting took place, vehicles were burnt. Section 144 has been imposed after which the situation is stable as per police. pic.twitter.com/fYHDDhDNOJ
— Shivani Mishra (@Shivani703) May 14, 2023
શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ
Clash broke out in #Akola of #Maharashtra between two groups over a social media post against a preceptor. Stone pelting took place, vehicles were burnt. Section 144 has been imposed after which the situation is stable as per police. pic.twitter.com/fYHDDhDNOJ
— Shivani Mishra (@Shivani703) May 14, 2023અકોલામાં ફાટી નિકળેસી હિંસા મામલે એસપી સંદીપ ધુગે ચોખવટ કરી છે કે, હાલમાં સ્થિતી કાબૂમાં છે. તેમણે કહ્યું કે, જિલ્લા કલેક્ટરે આદેશ પર અકોલા શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સ્થિતીને કાબૂ કરવા માટે અન્ય જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. હિંસક અથડામણની પાછળનં કારણ હાલમાં જાણવા મળ્યું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર અકોલામાં શનિવારે સાંજે ઈંસ્ટાગ્રામ પર વિવાદીત પોસ્ટ કરી હતી. જેના કારણે કેટલાય લોકો એકઠા થયા અને પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.