'નેતાજી અમર રહે' ના નારા વચ્ચે અખિલેશ યાદવે આપી મુલાયમસિંહ યાદવને મુખાગ્નિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:31:29

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. મેલા ગ્રાઉન્ડ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમને મુખાગ્નિ આપી હતી. મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા લાખો લોકો ઉમટ્યા હતા. આખું મેદાન નેતાજી અમર રહે તેવા નારાથી ગુંજી ઉઠ્યો હતો.

 

અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત  

નેતાજીના અંતિમ સંસ્કારમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, અસીમ અરૂણ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કેસીઆર રાવ, ચંદ્રાબાબૂ નાયડુ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જયા બચ્ચન, અભિષેક બચ્ચન, અનિલ અંબાણીએ પણ હાજરી આપી હતી. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?