અખિલ ભારત હિંદુ મહાસભાએ શાહિ મસ્જિદ ઈદગાહમાં હનુમાન ચાલીસાનો પાઠ તેમજ બાળ ગોપાલનો અભિષેક કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. તેમજ એક્સટ્રા ફોર્સ પણ લગાવી દીધી છે. અને મહાસભાના અધિકારીઓની ધરપકડ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. અંદાજીત પોલીસે પાંચ પદાધિકારીઓને નજરકેદ કરી દીધા છે.
જન્મસ્થળ તેમજ ઈદગાહની આસપાસ વધારાઈ સુરક્ષા
અખિલ ભારત હિન્દુ મહાસભાએ કૃષ્ણ જન્મસ્થળ અને શાહી ઈજગાહ વિસ્તારમાં 6 ડિસેમ્બરે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. આવી જાહેરાત થયા બાદ મામલો ગંભીર ન બને તે ઈજગાહ પાસે હિન્દુ મુસ્લિમ સંગઠન સાથે જોડાયેલા લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા એકદમ વધારી દેવામાં આવી છે. સમગ્ર ક્ષેત્રને ચાર જોન, આઠ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે ઉપરાંત સીસીટીવીથી ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે.
મહાસભા જન્મસ્થળ પર પહોંચવાનો કરી રહી છે દાવો
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જાહેરાત થયા બાદ અનેક સાધુ-સંતો તેમજ સનાતન ધર્મને માનવા વાળા મથુરા આવી રહ્યા છે. પોલીસે મહાસભાના અનેક અધિકારીઓને નજર કેદ કરી દીધા છે પરંતુ તેમનું માનવું છે કે મહાસભાના સેંકડો કાર્યકરો કૃષ્ણ જન્મભૂમિ તેમજ ઈદગાહ પર જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરશે. જન્મસ્થળ સુધી જતા તમામ રસ્તાઓ મંગળવારથી લઈ બુધવાર સવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા માત્ર થોડાક જ વાહનોને જવાની પરવાનગી આપવામાં આવી છે.